SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ [૮] શ્રીઅમેધ-દેશના સંગ્રહ. પાપ ન કરવું તે ન જ કરવું, આવી બુદ્ધિમાં આવ્યા પછી “મારા શરીરનું ગમે તે થાઓ પણ મારા પરિણામમાં પલટે ન આવો જોઈએ આવી મકકમ ભાવના થાય. આ સ્થિતિ પણ દુધના ઉભરા જેવી જાણવી પણ એ અંતર્મુહૂર્તમાં શમી જાય. ચાહ્ય જેવા ઈષ્ટ વિષયેમાં ખુશી નહિ, ગમે તેવા અનિષ્ટ વિષયેમાં નાખુશી નહિ. પરિણામની આવી ઉત્કટ અસર સ ખ્યાતા સાગરોપમ થાય. બાકી રહેલ એક કડાકોડી સાગરોપમ જેટલે સમય રહે ત્યારે જ ગ્રંથીભેદ થાય. એ શાસ્ત્રસિદ્ધ નિયમ છે કે છેલ્લે એક કડાકોડ સાગરોપમ જેટલો સમય બાકી રહે ત્યારે તે ગ્રંથીનું સ્થાન ભેદે છે, માટે ગ્રથીભેદ પછી સમ્યકત્વ, પછી દેશવિરતિ, પછી સર્વવિરતિ, પછી ઉપશમશ્રેણિ અને પછી ક્ષપકશ્રેણિ. સમ્યકત્વ પામ્યા વિનાના સમયની-મિથ્યાત્વ હોય તે વખતની કરણી જે સર્વથા નિષ્ફલ મનાય, તે તે ગ્રંથી પ્રદેશ સુધી આવવાનું બને જ નહિ. મિથ્યાત્વી સમકિતી બને જ નહીં. મિથ્યાત્વીઓને પણ દેવલેક ન મળે તેમ નથી. દયાથી, ક્રોધાદિની મંદતાથી, બ્રહ્મચર્ય—પાલનથી દેવ કાદિ મળે છે. એ કરણી નકામી નથી જતી. શું વ્રતની કરણી નકામી જાય?, ના. મિથ્યાત્વી છની ધર્મ કરણ નકામી જતી જ નથી. કદાગ્રહ યુક્ત કરણ પુણ્ય વાંધાવે, પણ મેક્ષ માર્ગમાં આગળ ન વધવા દે. પુણ્ય ભેગવવાનાં સ્થાને ભવનપતિ આદિ દેવકનાં દેવને માનવાં જ પડશે. જેમનું રહેઠાણ વિમાનમાં છે, જેમને વિમાનની શ્રેણિઓ ની માલીક છે, એવા દેવતાઓનું નામ વૈમાનિક દેવે છે. હવે તેના કયા ભેદ વગેરે છે તે અધિકાર અગ્રે વર્તમાન. છે દેશના–ર૫ છું ભિન્ન ભિન્ન દેવલેકે જવાનાં કારણે. जोइसीआ पंचविहा पन्नता, तं जहा-चंदविमाणजोतिसिय, जाव ताराविमाणजोतिसियदेव०, પુદગલાનંદીને આત્મીય-સુખની છાયા પણ સમજવી કઠીન છે. શ્રીતીર્થકરદે જગતના પ્રાણીને તારવાની બુદ્ધિ અનેક ભવથી મેળવે છે, અને કેળવતાં કેળવતાં તથાવિધ ઉકૃષ્ટ સામગ્રી આદિ મેળવે છે. તીર્થકરપણું એ અનેક ભવની કમાઈ છે. માવિતમારો મને; કમમાં કમ ત્રણ ભવ તે ખરાજ. શાસ્ત્રકાર-મહારાજા કહે છે કે શ્રી શ્રીતીર્થકરદેવની દરેક પ્રવૃત્તિ જીવના કલ્યાણ માટે છે. તીર્થકરના ભવમાં તેઓ ગૃહ તજે, સંયમ લે, ઉપસર્ગાદિ સહે, યાવત્ દેશના દે; એ તમામ પ્રવૃત્તિઓ જગના ઉપકાર માટે જ છે. એમ શાસ્ત્રો સ્પષ્ટતયા જણાવે છે. કેવલજ્ઞાન થાય કે તરત જ શ્રી તીર્થકરે, તીર્થની સ્થાપના કરે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034770
Book TitleBhagwati Sutrani Deshnao
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri, Hemsagar Gani
PublisherSiddhachakra Sahitya Pracharak Samiti
Publication Year1949
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy