SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ દેશના-૨૧. [૮૧] મક્ષ જવાની ઈચ્છાવાળા માટે, મેક્ષ માટે સતત્ પ્રયત્ન કરનારા આત્મા માટે, સ્વર્ગ–દેવલેક એ વિસામા રૂપ છે. મહાન પુણ્યદયે મનુષ્યજીવન સદ્ધધર્મપ્રાપ્તિ સાનુકૂલ સદગતિના કારણરૂપ સઘળા સંગ સંપ્રાપ્ત કર્યા, પછી ય પ્રમાદવશાત્ સાધ્ય ન સધાય, સદગતિ ન સાંપડે, મેશગમનનું પ્રસ્થાન ન થાય, અને દુર્ગતિના સાધન ઉભા કરી દુર્ગતિએ જવાય, તે પછી માને કે ધમ્યુસનું ધૂળમાં જવાનું. ગતિની કંઈ મોનેપિલી નથી. ચૌદપૂવ પણ ચૂકે તે મેળવેલું બધું ય મૂકે, અને એ પણ દુર્ગતિ પામે. અમુક પુયસંચય યેગે પાછળથી ચૂકેલે આત્મા માને કે રાજાને ઘેર હાથી થાય, કે શહેનશાહને ઘેર શ્વાન થાય. ભલે એ શ્વાનને રાણીના ખેાળામાં બેસવા મળે, એ હાથીને સારા શણગારે સાંપડે, પણ એ આખાય ભવમાં વળ્યું શું? મુદ્દો એ છે કે રખેને મારી દુર્ગતિ ન થાય એ વાત લક્ષ્યમાં હોવી જોઈએ. શ્રીમતીનું દૃષ્ટાંત. શ્રીમતી શ્રાવિકાના દયની સ્થિતિ વિચારે. ડગલે ને પગલે કાર્યમાત્રમાં નવકાર ગણવા એ એનું વ્યસન છે. એમાં તેણી તન્મય છે. એને ભર્તાર વિચિત્રકર્મસંગને લીધે તેણીને મારી નાંખવાની ઇચ્છા ધરાવે છે. એક ઘડામાં સર્પ મૂકી ઘડે બંધ કર્યો, અને પ્રકાશ જ્યાં ન પહોંચે તેવા ઓરડામાં તે ઘડો રાખવામાં આવે છે. સ્ત્રીને સંહાર કરવા સજજથયેલે સ્વામી શ્રીમતીને આજ્ઞા કરે છે, “એરડામાં રહેલા ધડામાંથી ફૂલની માળા લાવ જે.” સતી પ્રતિવ્રતા શ્રીમતીના હૃદયમાં લેશ પણ શંકા નથી. હવામીની પુષ્પમાલા લાવવાની આજ્ઞા પિતાના જ ઘરમાંથી અંધારા ઓરડામાંથી પુષ્પમાલા લાવવી તેમાં ભયને અવકાશ નથી. શ્રીમતી નિઃશંકપણે તરત તે ઓરડામાં જાય છે. અંધારામાં દોડી જાય છે, ત્યાં તેને “રખે મરી જવું” એ ફીકર નથી. દુર્ગતિને ડર ચાલુ હોવાથી નવકાર તે ચાલુ ગણે જ છે. નવકાર ગણાતી ગણતી તેણું ઓરડામાં જાય છે, ઘડે ઉઘાડે છે, સાચે જ સર્પ ફૂલની માલા બની જાય છે, અને આવા બનાવના પગે સ્વામી પણ સમકિતી બને છે. તાત્પર્ય એ કે શુદ્ધ વાહિને માનનાર, જીવાદિ તત્ત્વોને માનનાર આત્મા છે મોક્ષને, અને દુર્ગતિથી તે ખાસ ડેરે. સમકિતી માટે વૈમાનિક વિના આયુષ્યને બંધ નહિ, એવો નિયમ શાથી એ આથી સમજાશે. દેવતાના ભેદે. દેવતાના ચાર ભેદ છે. ૧. ભવનપતિ. ૨. વ્યંતર. ૩. તિષી અને ૪. વૈમાનિક ભવનપતિના દર ભેટ છે. ૧. અસુરકુમાર, ૨ નાગકુમાર, ૩ સુવર્ણકુમાર, ૪ વિધુત્કુમાર, ૫ અગ્નિકુમાર, ૬ દ્વિપકુમાર, ૭ ઉદધિકુમાર, ૮ દિ શિકુમાર, ૯ પવનકુમાર; અને ૧૦ સ્વનિત (મેઘ) કુમાર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034770
Book TitleBhagwati Sutrani Deshnao
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri, Hemsagar Gani
PublisherSiddhachakra Sahitya Pracharak Samiti
Publication Year1949
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy