________________
શકતાં નથી, જે સમ્યક્ત્વનું મૂળ કારણ છે અને સમ્યકત્વના અભાવમાં જૈન શાસન, વ્રત, નિયમ, તપ, ત્યાગ, ધ્યાન, પ્રણિધાન તથા ઈશ્વરીય તત્વની આરાધના પણ સર્વથા ફળહીન છે. માટે સૌથી પહેલા આપણું કર્તવ્ય છે કે, આપણે સમ્યકત્વસમ્યગ્દર્શન પ્રાપ્ત કરીએ અને જે પ્રાપ્ત થયું હોય તે એને શુદ્ધ કરવા માટે, મર્યાદાતીત ક્રોધ-માન-માયા તથા લેભનું શમન, દમન કરીએ તથા યથાશક્ય આપણા શરીરની સાતેય ધાતુઓને શુદ્ધ બનાવવાનો પ્રયત્ન કરીએ.
શરીરની સાત્વિક્તા માટે આહાર-શુદ્ધિ સર્વથા અનિ. વાર્ય છે.
આહાર-શુદ્ધિને મતલબ, વ્યાપાર-નીતિની શુદ્ધતા પર આધારિત છે.
માટે માર્ગાનુસારીને પ્રથમ ગુણ “રાયસંપન્ન વિમઃ” છે. વૈભવ માત્ર ન્યાયપાર્જિત હોવું જોઈએ.
ખોટા તેલ, ખેટા માપ, હિસાબી ગરબડ, વ્યાજમાં ગોટાળા, ચેરી, ન્યાસાપહાર, જુદા જુદા ભાવતાલ, વિશ્વાસઘાત, લૂંટફાટ આદિ કાર્યો અન્યાયસૂચક હોવાથી એના માધ્યમથી ઉપાર્જિત દ્રવ્ય પણ અન્યાયપાર્જિત કહેવાશે બસ! આનું જ નામ છે આહારની અશુદ્ધિ.
આ અશુદ્ધ આહાર જ એક દિવસ સમ્યકત્વને બગાડ વાનું કારણ બની શકે છે.
મહાન પુણ્યોદયથી પ્રાપ્ત થયેલી માનવતા, સમ્યક્ત્વ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com