________________
ટી.વી., શરાબ-પાન, હોટલ, રેસ્ટોરા વગેરે સ્થાન, દેશના દરેક મહેલ્લામાં પિતાને પ્રભાવ સ્થાપિત કરી ચૂક્યાં છે.
આ બધી પરિસ્થિતિમાં ભગવાન મહાવીરસ્વામીનું જીવન આપણા માટે કઈ રીતે ઉપયુક્ત બની શકે–આ દરેક મનુષ્ય વિચારવાનું છે અને કળિયુગમાં જન્મેલા આપણાં જીવનનાં પ્રત્યેક વ્યવહાર, ભાષણ, લેખન તથા વ્યાપારમાં સત્યયુગની ભાવના આપણે કેવી રીતે પેદા કરીએ એ જ શેષ છે અને શેષ કાર્ય પૂર્ણ કરવા પ્રયાસ એ જ પુરુષાર્થ છે. જેથી માનવતાને વિકાસ, દયાધર્મની પ્રાપ્તિ, અહિંસાની સાધના, ક્ષમાધર્મની મર્યાદાની સાથે સાથે સમ્યકત્વની પ્રાપ્તિ પણ સુલભ બનશે અને પ્રાપ્ત થયેલા સમ્યકત્વનું શુદ્ધિકરણ પણ સરળ બનશે.
કારણ કે ધાર્મિક જીવનનું આદ્ય કારણ જ માનવીય જીવનની પવિત્રતા છે. દિવાલ જે સુંદર ન હોય, તે ચિત્રકારને પરિશ્રમ કેવળ પરિશ્રમ જ રહેશે. એવી જ રીતે માનવજીવનને સુંદર, સંસ્કારમય, અહિંસક તથા સત્યપૂર્ણ બનાવ્યા સિવાય ધાર્મિક આડંબર કેવળ આડંબર જ રહેવા પામશે.
યદ્યપિ સમ્યકત્વની પ્રાપ્તિમાં અરિહંત ભગવંતેની પ્રતિમા તથા સાધુ-મુનિરાજેનાં દર્શન-વંદનની મુખ્યતા સ્વીકારવા છતાં પણ માર્ગાનુસારીના ૩૫ ગુણેની મુખ્યતા પણ સ્વીકારવી સર્વથા અનિવાર્ય છે.
અનંતાનુબંધી કષાયથી ઉત્પન્ન દેનું પરિમાર્જન (શમન, દમન) કર્યા વિના આત્મિક જીવનમાં સ્મૃતિ, ઔદયિકભાવનું શમન, નિમમતા, સરળતા ક્યારેય પણ પ્રાપ્ત થઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com