________________
સુલસા, રેવતી, મૃગાવતી, જયંતી જેવી શ્રાવિકાઓ તથા પતિતા, દલિતા, પતિત્યક્તા આદિ સ્ત્રીઓનું પણ તે જ સ્થાન હતું.
સૌ પ્રત્યે ભગવાન એક સમાન જ રહ્યા છે અને વ્રત, મહાવ્રત, નિયમ આદિનું દાન પણ પ્રત્યેક જીવ પ્રત્યે એક સરખું જ છે.
ઈન્દ્ર-ઇન્દ્રાણું, રાજા-રાણીનાં વંદનથી ભગવાન હર્ષિત પણ થયા નથી, તે સંગમદેવ જેવા સુરાધમ તથા ચંડકૌશિક નાગરાજની વિષ–વેદનાથી ભગવાન રુઝ પણ થયા નથી.
ખભા પર રાખેલા દેવદૂષ્યથી ભગવાન તુષ્ટ પણ થયા નહિ, તે માઘ મહિનાની ભયંકર ઠંડીમાં સર્વથા અસહ્ય શીત ઉપસર્ગ કરનારી વ્યંતરી પ્રત્યે નારાજ પણ થયા નહિ.
પારણામાં ખીર, મિષ્ટાન્ન વગેરે સર્વશ્રેષ્ઠ આહાર આપનાર પ્રત્યે અને અડદના બાફેલા દાણા દેનારી ચંદનબાળા પ્રત્યે ભગવાન એક સમાન જ રહ્યા છે.
ઉપર્યુક્ત વૃત્તાતેથી ભગવાનનું જીવન-કવન આપણા બધાને માટે આદરણીય, ઉપાદેય તથા શ્રદ્ધેય છે.
તથાપિ એ બધી વાતે સત્યયુગમાં થવા પામી છે અને આપણે કળિયુગમાં જમ્યાં છીએ, હુંડા અવસર્પિણીના પાંચમા આરાના આપણે માનવ છીએ, જ્યાં ભૌતિકવાદ, પૌગલિકવાદની ઝેરી હવા આપણું પ્રત્યેક રેમમાં પ્રવેશ કરી ગઈ છે. ભારતદેશની આધ્યાત્મિકતાને સર્વથા નાશ કરનારા-સિનેમા, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com