________________
કઈ દષ્ટિએ ભગવાન મહાવીરનું જીવન લખવું ? આ વિષયમાં દરેકના પિતપતાના દષ્ટિ કેણ અલગ અલગ હઈ શકે છે. કારણ કે મહાવીર ભગવાનનું જીવન જ એટલું સ્પષ્ટ, સુંદર, પવિત્રતમ તથા અગાધ છે, જેનું અન્તસ્તલ પામવું સૌને માટે અપૂર્ણ કાર્ય છે. છતાં પણ પિતાની વિચારધારાને અનુસાર, પ્રત્યેક મનુષ્ય મહાવીર સ્વામીને સમજવાને પ્રયત્ન કરતે જ આવ્યું છે અને ભવિષ્યમાં પણ કરતું જ રહેશે.
એ તે સર્વથા નિઃશંક સત્ય છે કે, ભગવાન મહાવીરસ્વામી તીર્થકર, સર્વજ્ઞ, દેવાધિદેવ, યથાર્થવાદી, નિસ્સીમ દયાપૂર્ણ હોવા છતાં પણ જગતના ઉદ્ધારક છે.
ભગવાન મહાવીરસ્વામી જગદુદ્ધારક એટલા માટે હતા કે તેઓનાં ચરણારવિન્દમાં અસંખ્ય દલિત, પતિત, હિંસક, કુરકમી, સત્કમી, પુણ્યવાન, પુણ્યહીન, રુપવાન, હીન, રાજા, મહારાજા, પંડિત, મહાપંડિત આદિ પુરુષ તથા સ્ત્રી વર્ગ ઉપસ્થિત થઈને, વ્રતધારી, મહાવ્રતધારી બની શક્યો છે.
ભગવાનનું સમવસરણ, વર્ગ તથા જાતિવિહીન એ જ કારણે હતું, જેમાં–
- શ્રેણિક મહારાજા જેવા મગધ નરેશ તથા ચેટક જેવા રાજર્ષિને જે અધિકાર હતું, તે જ અધિકાર મેતારજ જેવા હરિજન તથા હરિકેશી જેવા ચંડાળને પણ હવે શાળીભદ્ર, ધન્ના જેવા કેટ્યાધિપતિનું તથા પુણીયા શ્રાવક જેવા દીન, મહાદીન ગૃહસ્થનું પણ તે જ સ્થાન હતું .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com