________________
છે ભગવાન મહાવીર સ્વામીનું - દીવ્ય-જીવન
ઉલ્લંઘન થઈ જાય છે, ત્યાં સર્વનાશ સર્જનાર મદિરા–પાન પણ અનિવાર્યરૂપે પિય બની જાય છે.
આવી બીજી પણ પાપવાસનાઓ તથા પાપસેવનથી માનવમાત્ર મહાદુઃખી થઈ રહ્યો હતે. એટલા માટે જ શ્રીમંત, સત્તાધારી તથા પંડિતેથી આકાન્ત બનેલા મધ્યમવર્ગ પાસે એક પણ શબ્દ બોલવાને અવકાશ રહ્યો ન હતે.
આ કારણે જ તે સમયે ભારતમાં પિતાની જાતને જ તીર્થકર માનનારા મહાપંડિતે ઘણા હતા. દરેકની પાસે પિતાના વિચારોનું ડમરૂં હતું, ધર્મને લીધે દેશના કેટલાય વિભાગે પડી ગયા હતા. જેમાંથી છ મહાપંડિતેનો પરિચય આ પ્રમાણે છે –
(૧) પૂરણ કશ્યપ :
જે બુદ્ધદેવ તથા મહાવીરસ્વામીના સમકાલીન હતા અને ઘણું સારા પંડિત હતા. છતાં પણ બુદ્ધદેવના વધેલા પ્રભાવથી ખિન્ન થઈને પૂરણકશ્યપ (નામધારી તીર્થકર) નદીમાં ડૂબીને મરી ગયા હતા.
તેનું મંતવ્ય અક્રિયાવાદનું હેવાથી, તેની માન્યતા હતી કે, “મનુષ્ય જે કાંઈ પણ કરે છે, તે આત્મકૃત નથી. છેદન, ભેદન, મરવું, મારવું, ચેરી કરવી, વ્યભિચાર કરવો વગેરે કઈ પણ ક્યિાથી પાપ લાગતું નથી. તે જ પ્રમાણે દાન-પુણ્ય, ઇન્દ્રિયShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com