________________
ભગવાન મહાવીરસ્વામીનું
દીવ્ય-જીવન
©
'
દમન આદિ કિયાએથી પુણ્ય પણ થતું નથી.” પિતાની આ માન્યતાને પૂર્ણ શક્તિ ખચ, પિતાના જીવનની અંતિમ ક્ષણ સુધી પૂરણકશ્યપે પ્રચાર કર્યો અને તેના ભક્તોએ આ ઉપદેશને સાચે માન્ય; પરંતુ પાછળથી બુદ્ધદેવે કરેલ અહિંસા, સત્ય તથા સંયમને પ્રચાર લોકમાનસમાં વિશેષ પ્રવેશી ગયું હતું, તેથી આ ભાગ્યશાળીએ અસહિષ્ણુ બનીને જ નદીમાં કુદીને પ્રાણ અર્પણ કરી દીધા હોય-એમ લાગે છે. આ પૂરણકશ્યપ ઈ.સ. પૂર્વે ૫૭૨માં મરણ પામ્યા છે.
આ પ્રકારની માન્યતાવાળા પૂરણકશ્યપની વિદ્વતા વિષે કાંઈ પણ કહેવા કરતાં સામાજિક જીવનમાં જે દુર્ગુણે પ્રવેશ કરી ગયા હતા, એનાથી માનવજીવન ચેરી, જૂઠ, વ્યભિચાર વગેરે પાપોથી વ્યાપ્ત થઈ ગયું હતું. બંધાનાં દિલ અને દિમાગમાં પાપવાસનાઓ ઘર કરી ગઈ હતી. ત્યારે તે સમયે થનારા પંડિતેનાં દિમાગમાં પણ સામાજિક અસર હેવી સ્વાભાવિક છે. જે સમાજનું અન્ન ખાધું હોય અને જે સમાજ તરફથી માન-પ્રતિષ્ઠા મળ્યાં હોય તેની સામે ચાલવાની શક્તિ પૂરણકશ્યપમાં કેવી રીતે હોઈ શકે? માટે સાંસારિક માનપ્રતિષ્ઠાના પૂર્ણ રાગી અને ફક્ત વેશથી વૈરાગી, આ ભાગ્યશાળીના મતનું એક પણ પુસ્તક તથા અનુયાયી કાંઈ પણ શેષ રહ્યું નથી. કેવળ તેનું નામ માત્ર જ શેષ રહ્યું છે. (૨) અજિત કેશ કમ્બલી:
પોતાની જાતને તીર્થકર માનનારો અને પોતાના ભક્ત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com