________________
ભગવાન મહાવીર સ્વામીનું
દીવ્ય-જીવન
@ ૪૭
અધમતાની સીમા પ્રાપ્ત કરી છે, એવા અધમ દેવ પ્રત્યે પણ ભગવાને રેષ-ક્રોધ કર્યો નહિ.
પ્રયુત “મારા નિમિત્તે આ બિચારે દેવ કેટલું પાપ ઉપાર્જિત કરી રહ્યો છે, એની કઈ ગતિ થશે?” એ વિચાર કરતા ભગવાનની આંખમાંથી અશ્રુઓ સરી પડ્યાં. ભયંકર વેદનાઓ ભેગવવા છતાં પણ ભગવાનને લેશ માત્ર દુઃખ થયું નહિ. પરંતુ મારા કારણે આ બિચારાની ગતિ બગડી ન જાય એવી ભાવદયાના કારણે જ ભગવાનની આ અશ્રુથી છલકાઈ ગઈ! બસ! અહીં જ દયાધર્મની ચરમસીમા સમાપ્ત થઈ જાય છે.
દિક્ષા લીધા પછી ૧૨ વર્ષ સુધી ઘેરાતિર ઉપસર્ગોને ક્ષમતાપૂર્વક સહન કરતા ઉત્કૃષ્ટતમ તપશ્ચર્યા, સહનશીલતા, માધ્યસ્થભાવ, કારુણ્યભાવ વગેરેને કારણે ભગવાનને સંપૂર્ણ કર્મમેલ છેવાતે ગયે અને ભગવાને કેવળજ્ઞાનની પ્રાપ્તિની મર્યાદામાં પ્રવેશ કર્યો. જ્યાં જ્ઞાનની ચરમસીમા સમાપ્ત થાય છે.
કેવળજ્ઞાની બે પ્રકારના હોય છે – (૧) સામાન્ય કેવળી, (૨) તીર્થકર કેવળી.
જો કે કેવળજ્ઞાનમાં કઈ પણ પ્રકારનું અંતર ન હોવાથી બંને સાકાર પરમાત્મા છે. તથાપિ સામાન્ય કેવળીની અપેક્ષાએ તીર્થકર કેવળી અતિશય સંપન્ન તથા સર્વાતિશાયી પુણ્યશાળી હોય છે. એ જ કારણે પિતાના પુણ્યના માધ્યમથી સમવસરણમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com