________________
૪૬ -
ભગવાન મહાવીર સ્વામીનું
દીવ્ય-જીવન
ધર્માચાર્યોથી સમાજ તથા દેશની આબાદીને બરબાદ થવા સિવાય બીજો માર્ગ નથી.
(૩) જે ધનવાને પિતાના સમાજને ભેજન, ઔષધ તથા વસ્ત્ર પણ આપી શકતા નથી, એવા ધનવાનેથી સમાજનું કાંઈ પણ ભલું થશે એ આકાશના પુપે ચૂંટવા જેવી અસંભવિત વાત છે.
ભગવાનના મૌન જીવનને આ જ ઉપદેશ છે કે બધાને આપીને ભેજન કરે. દીન-અનાથોનાં દુઃખાદ્ધ દિલને જોઈને દયા બને.
દયાના મહાસાગર ભગવાન ઈન્દ્રલેકમાં એક વખત દેવેની સામે ઈન્દ્ર મહારાજે ભગવાનના ધૈર્ય, શૌર્ય, નિર્ભયતા વગેરે ગુણેનું વર્ણન કર્યું; પરંતુ સભામાં બેઠેલા સંગમ નામના અધમ દેવને આ વાત રુચિ નહિ, તેથી તે ધ્યાનસ્થ ભગવાનને ચલાયમાન કરવા આવ્યું અને અત્યંત અસહ્ય પ્રતિકૂળ ઉપસર્ગોથી ભગવાનને ચલાયમાન કરવાને પ્રયત્ન કર્યો. પોતાની વૈકિય-શક્તિથી ઉત્પન્ન કરેલાં તીક્ષ્ણ દાઢવાળા સર્પ, વાઘ, સિંહ, અજગર, કીડીઓ, મચ્છર, ઉંદર, પોપટ વગેરે પશુ-પક્ષીઓને ભગવાનના શરીર પર છેડી દીધા, પરંતુ મેરુપર્વત સમાન ભગવાનને આ ઉપસર્ગોથી કાંઈ જ અસર થઈ નહિ. છેવટે છ મહિનાઓ સુધી ભગવાનને ભિક્ષામાં અંતરાય કર્યો. આ પ્રમાણે જેણે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com