________________
ભગવાન મહાવીરસ્વામીનું
૪૦
= દીવ્ય-જીવન
જો કે ત્યાગ તથા તપેધર્મ અત્યંત કઠિન માર્ગ છે. તથાપિ હજારે, લાખે અને કરડે માનવ તથા એકાવતારી
કાંતિક દેવને એક જ અવાજ હતું કે હવે ભગવાન દીક્ષા સ્વીકાર કરીને લાંબા કાળથી બુઝાઈ ગયેલી “કેવળજ્ઞાનની
ત” ફરી પ્રકાશિત કરે અને તે માટે ભગવાને દીક્ષા અંગીકાર કરી.
અગ્નિમાં અશુદ્ધિઓ બળી જવાથી, જેમ સુવર્ણ શુદ્ધ થાય છે, તેમ તપશ્ચર્યા રૂપી અગ્નિમાં ભવપરંપરાનાં કરેલાં કર્મોપી અશુદ્ધિઓનું દહન થવાથી આત્મા શુદ્ધ થાય છે. ભગવાને પણ નવાં આવતાં બધાં પાપને, પાપભાવનાઓને, અશુદ્ધ વૃત્તિઓને તથા પ્રવૃત્તિઓને સંવર-ધર્મ દ્વારા રેકી દીધાં અને બાહ્ય તથા આત્યંતર તપ દ્વારા પૂર્વ સંચિત કર્મોને નિર્મલ કરતા ગયા. પરિણામસ્વરૂપ ભગવાનના બંને પ્રકારનાં જીવન અત્યંત શુદ્ધ થયાં અને સમભાવની વૃદ્ધિ થતી ગઈ.
કારણ કે બધા જીવેના અપરાધને સહન કરવા તથા સંસારસમુદ્રમાં ડૂબતા જીવને પાપમુક્ત કરીને મુક્તિ તરફ લઈ જવા એ જ દીક્ષાધર્મનું અંતિમ ધ્યેય (ચરમ લક્ષ્ય) છે”
આ જ કારણે, એક દિવસ દીક્ષા પછી, એક આશ્રમમાં ભગવાન સ્થિર રહ્યા, કુલપતિએ રહેવા માટે એક ઝૂંપડી આપી, બીજી પણ અનેક ગૂંપડીએ તે આશ્રમમાં હતી. ઘાસના
અભાવમાં ગાયે આવતી અને ઝૂંપડીનું ઘાસ ખાઈ જતી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com