________________
ભગવાન મહાવીર સ્વામીનું ,
દીવ-જીવન
@ ૩૯
જે દેશ, સમાજ, ગામ તથા ઘરમાં સ્ત્રી જાત નિરક્ષર હોય, દબાયેલી ભાવનાવાળી હોય તથા પુરુષની પાપવાસનાને શિકાર બનેલી હોય તે તે દેશ, સમાજ તથા ઘરના પુરુષે ક્યારેય પણ આધ્યાત્મિક બની શકતા નથી. આધ્યાત્મિકતાના અભાવમાં માનવીય શક્તિઓ રાક્ષસનું રૂપ ધારણ કરીને જનમાનસ તથા દેશને અધઃપતનના રસ્તે ધકેલવા સિવાય બીજું કાંઈપણ કરી શક્તી નથી.”
જેઓની સેવા લીધા સિવાય મનુષ્યસમાજ તંદુરસ્ત, સ્વચ્છ તથા પ્રસન્નચિત્ત કોઈ પણ સંજોગોમાં થઈ શકતો નથી, એવા હરિજને પ્રત્યે અત્યાચાર, અનાચાર વગેરે અત્યંત નિંદનીય તથા રાક્ષસી કર્તવ્ય છે.”
એમ લાગે છે કે આ બધું પિટભરા સ્વાથી પંડિત તથા જાતિ-કુળના ઘમંડના ચક્કરમાં ફસાયેલા અહંકારી ધનવાને તથા પિથી પંડિત સાધુઓની માયાજાળ છે.”
ભગવાન વર્ધમાનકુમારની આ પ્રકારની ચિંતવનધારા જોર પકડતી ગઈ અને સર્વોત્કૃષ્ટ ભાવદયાને વશીભૂત થઈને તેઓ સંપૂર્ણ સંસાર તો પોતાની કાયાની માયાને પણ છોડી દેવા માટે તૈયાર થયા. પિતાની પાસે જે કાંઈ હતું તે ગરીબને, અનાથને દાનમાં આપી દીધું. હવે ભગવાન પાસે દેહ સિવાય કાંઈ પણ રહ્યું ન હતું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com