________________
ભગવાન મહાવીરસ્વામીનું
૩૮
૭. દીવ્ય-જીવન
સંસારના સુખ-દુઃખનું મૂળ કારણ પર મનન કરતાં ભગવાને વિચાર્યું કે, “જીવ માત્ર પોતે જ કરેલાં દુષ્કૃત્ય, દુરાચાર, અજ્ઞાન, મિથ્યાત્વ વગેરેને લીધે દુઃખી થાય છે. આ દુઃખનું નિવારણ શ્રીમંતાઈ તથા સત્તાથી ક્યારેય પણ થઈ શકતું નથી, કારણ કે આ બંને તર પણ એક માનસિક રેગ છે અને જે પિતે માનસિક રોગી હોય, તે બીજાને રેગમુક્ત કરી શકતું નથી. માટે આત્માના કટ્ટર શત્રુ સમાન શ્રીમંતાઈ તથા સત્તાને સર્વથા ત્યાગ કર્યા સિવાય તથા તપશ્ચર્યાની આગમાં આત્માને સંપૂર્ણ મેલ ધેયા વિના અનંત શક્તિઓની પ્રાપ્તિ સુલભ થઈ શકતી નથી.
“જે સંસાર દુઃખી, ભાવગી, અજ્ઞાની તથા મિથ્યાજ્ઞાની બનેલે રહે, ધર્મના નામે પંડિતની ધૂર્તવાણી ચાલુ રહે અને શ્રીમંત તથા રાજસત્તાધારી વ્યક્તિઓના હૃદયમાં રહેલી પાપવાસનાને અંત ન આવે તે તેઓના પંજામાં કરેડેની સંખ્યામાં ફસાયેલી સાધારણ જનતાને બેહાલ મરવા સિવાય બીજો એક પણ માર્ગ રહે નહિ.”
“આજે દેશને સેવક વર્ગ–જેમાં હરિજને તથા પતિતદલિત જાતિઓને સમાવેશ થાય છે, તે અત્યંત ખરાબ રીતે આ શ્રીમંતેના તથા સત્તાધારીઓના જોહુકમીભર્યા શાસનમાં દબાઈ ગયે છે તથા જગદંબા સ્વરુ૫ નારી જાત માર–પીટ ડન કરતી અત્યંત દયનીય દશા લગાવી રહી છે. ”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com