________________
ભગવાન મહાવીર સ્વામીનું 1
દીવ્ય-જીવને ૭ ૧૭ કેવળજ્ઞાનની તિ પ્રકાશિત કરવા માટે ક્ષાયિક સમ્યકત્વની ખૂબ જ આવશ્યકતા છે અને આત્માના અનિવૃત્ત પુરુષાર્થના બળે જ ક્ષાયિકભાવ ઉત્પન્ન થાય છે, જે ક્ષાયિક સમ્યકત્વનું મૂળ કારણ છે અથવા આવું સમ્યકત્વ જ ક્ષાયિકભાવ ઉત્પન્ન કરનારું છે. આ રીતે કાર્યકારણભાવમાં પરિણત આ બંને તો આત્માના કેવળજ્ઞાનનું મૂળ કારણ છે અને કેવળજ્ઞાન પ્રાપ્ત થયા સિવાય કેઈપણ આત્મા પરમાત્મપદ પ્રાપ્ત કરી શક્તા નથી.
સ
ભગવાન મહાવીરસ્વામીને આત્મા હવે પરમાત્મપદ પ્રાપ્ત કરવાની યોગ્યતામાં પ્રવેશ કરી ચૂક્યો છે. એથી અંતિમ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે નંદન મુનિરાજ સંયમની ઉત્કૃષ્ટ સાધનામાં લાગી ગયા છે. તેથી એક લાખ વર્ષની સંયમારાધનામાં ૧૧,૮૦,૬૪૫ અર્થાત્ અગ્યાર લાખ, એંશી હજાર, છ સે પિસ્તાલીશ (માસક્ષપણ) તપશ્ચર્યા પૂર્ણ કરી છે. દીક્ષા લીધા પછી માસક્ષપણને પારણે બીજું, ત્રીજુ એમ નિયમાનુસાર આટલી લાંબી તથા આત્મલક્ષી તપશ્ચર્યા તેઓ કરી શક્યા છે.
સંયમની આરાધના શુદ્ધ અને સાત્વિક અનુષ્ઠાન છે, જેના સદુભાવમાં અહિંસા તથા તપની સાધના પૂર્ણ રૂપે સફળ થાય છે. .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com