________________
૧૬
છે ભગવાન મહાવીરસ્વામીનું
- દીવ્ય-જીવન
સંયમમાં સ્થિર થવાથી નવાં પાપકર્મોને માર્ગ સર્વથા બંધ કરવા છતાં પણ ભવાન્તરમાં કરેલાં પ્રારબ્ધ કર્મોને કારણે આત્મામાં એટલી શક્તિ આવી ન શકી, જેથી મુક્તિધામ પ્રાપ્ત થઈ શકે.
કારણ કે જૈન શાસનમાં મુક્ત અવસ્થા પ્રાપ્ત કરવા માટે ક્ષપકશ્રેણીની ભૂમિકા અત્યંત આવશ્યક છે. તેને વિના કઈ પણ આત્મા કેવળજ્ઞાન પ્રાપ્ત કરવામાં સમર્થ થતું નથી. એથી તેઓ ચાવીસમા ભવમાં સાતમા દેવલેકના સ્વામી બન્યા.
પચીસમો ભવ
“ક્ષીને guથે મિત્રો વિનિત” આ ઉક્તિ પ્રમાણે પચ્ચીસમા ભાવમાં આપછત્રા નામની નગરીમાં જિતશત્રુ રાજાની ભદ્રા નામની રાણીની કુક્ષિથી “નંદન” નામના રાજપુત્ર રૂપે અવતરિત થયા.
બે–ત્રણ ભાગમાં સંયમની આરાધના નિરતિચાર કરેલી હોવાને લીધે પુણ્યના સમૂહ સાથે રાજકુળમાં જન્મેલા નંદનકુમાર અત્યંત સૌમ્ય, જિતેન્દ્રિય, પ્રશાંત તથા અદ્ભુત પરાક્રમી હતા. રાજ્યધુરાનું ન્યાયનીતિપૂર્વક પાલન કરતા રાજકુમારે પિતાની રાજ્યસત્તા પિતાના વારસદારને સેંપીને પ્રવજ્યા (ત્યાગધર્મ અંગીકાર કરી અને સંયમાનુષ્ઠાનમાં દત્તચિત્ત થઈને તપશ્ચર્યાને અભૂતપૂર્વ માર્ગ સ્વીકારી લીધે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com