________________
૧૮
ભગવાન મહાવીર સ્વામીનું
દીવ્ય-જીવન
સંયમને અર્થ છે :
(૧) નિવૃત્ત થવું, (૨) પ્રયત્ન કરે, (૩) બાંધવું, (૪) વ્રત–નિયમ કરવાં, (૫) કાબૂમાં કરવું, (૬) ઈન્દ્રિયનિગ્રહ કરે.
સંયમને સ્પષ્ટ કરવા માટે આ છ અર્થોનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે – (૧) નિવૃત્ત થવું:
પાપના માર્ગેથી સર્વથા નિવૃત્ત થવું અર્થાત્ પાપ આવવાના માર્ગોને સર્વથા બંધ કરવા તે સંયમ છે.
(૧) માનસિક, વાચિકી તથા કાયિકી હિંસા પાપ છે.
(૨) પાંચે ય ઇન્દ્રિયના અસંયમિત ભેગ-વિલાસ પાપ છે.
(૩) ક્રોધ, માન, માયા તથા લેશમય જીવન પાપ છે.
(૪) અશુભ વૃત્તિ તથા પ્રવૃત્તિને રોકવા માટે કાંઈ પણ ન કરવું એ પાપ છે.
દુધ્ધન કરવું, બીજાના વિષે હિંસક ચિંતન કરવું, કેઈને મારવાનો વિચાર કરે, કેઈને લાભ થતો હોય તે જોઈને મનમાં બળવું, ઈર્ષા કરવી, ગુણવંતના ગુણેમાં દોષ કાઢવામાનસિક પાપ છે. પાપમય અથવા પાપત્પાદક વચન બોલવું,
બીજાની ચાડી-ચુગલી કરવી એ વાચિક પાપ છે. હિંસામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com