________________
5 ભગવાન મહાવીરસ્વામીનું ૨ દીવ્ય-જીવન
અનાદિકાળથી પરિભ્રમણ કરતા આ જીવાત્માને જ્યારથી સમ્યગદર્શન( આત્મદર્શન)ની પ્રાપ્તિ થાય છે, ત્યારથી મેક્ષપ્રાપ્તિ સુધી તેના ભવેની ગણના થાય છે.
ભગવાન મહાવીરસ્વામીએ અનંત સંસારમાં જ્યારથી સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યું ત્યારથી મોટા મોટા ભની અપેક્ષાએ ૨૬ ભવે પછી ર૭ મા ભવમાં તેઓ ભગવાન થઈ શક્યા છે.
અનંત અનંત કર્મોના મેલથી આવૃત્ત આ આત્મામાં જ્યારે પણ અભૂતપૂર્વ ઉત્સાહ આવે છે, ત્યારે અત્યંત દુઃખદાયી, નિકૃષ્ટ કર્મોને ક્ષાપશમ થયા પછી સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે.
પિતાના ગામની નદીમાં ગળાકાર, નયનરમ્ય પત્થરોને જોઈને પ્રત્યેક માણસને હજારે પ્રકારના પ્રશ્નો ઉપસ્થિત થાય છે, જેવા કે –
આ સુંદર પત્થર મારા ગામની નદીમાં ક્યારથી આવ્યા? કણ લાવ્યું ? શા માટે લાવ્યા ? પત્થર ગોળ કેવી રીતે બને ? કોણે બનાવ્યે? શા માટે બના? કયારે બનાવ્યું?”
પરંતુ એ બધા પ્રશ્નો નિર્મૂળ એટલા માટે છે કે પત્થરને ગોળાકારમાં લાવનાર કઈ પણ વ્યક્તિ વિશેષ નથી, પરન્ત સેંકડે, હજારે, લાખ તથા કરેડા વર્ષો પહેલાં જ્યારે આ પત્થર પર્વત પરથી પડ્યો હશે ત્યારથી દરેક ચેમાસામાં વહેતાં, ઘસાતાં તે આપોઆપ સ્વયં ગળાકાર અવસ્થામાં આવી ગયે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com