________________
ભગવાન મહાવીર સ્વામીનું ન
દીવ્ય-જીવન
© ૮૯
રાગ-દ્વેષ-કામ-ક્રોધ-માયા-લેભ આદિ અંતરંગ શત્રુઓ પર જેણે વિજય પ્રાપ્ત કર્યો છે–એવા હતા અને કર્મકલેશેથી દુઃખી થતા સંસારને ઉદ્ધાર કરવામાં પૂર્ણ સમર્થ હતા. એથી અનંતજ્ઞાનના સ્વામી ભગવાન મહાવીરસ્વામીએ દુઃખી સંસારને સુખી બનાવવા માટે ચતુર્વિધ સંઘની સ્થાપના કરી છે તથા સામાજિક જીવનને ઉચ્ચતર બનાવવાના ઉદ્દેશ્યથી જ “દાનધર્મ અને સમાજવાદનું મૂળ કારણ કહ્યું છે.
સંસારને વેર-
વિધથી ભડકાવનારી તથા સામાજિક જીવનને બગાડનારી “વિષમતા છે. જ્યાં પણ વિષમતા ફેલાય છે, ત્યાં આંતર તથા બાહ્ય જીવન કલુષિત બન્યા વિના રહેતું નથી.
કારણ કે “વિષમતા”નું આ જ એક વિષચક છે કે એક સ્થાન પર અગણિત ધન-રાશિ છે, તે લાખ કરોડનાં ઘરમાં સૂકે રેટ પણ નથી. એકને ત્યાં સુંદર તથા રંગીન વસ્ત્રોને ઢગલે છે, તે અન્યત્ર ફાટેલા-તૂટેલાં કપડાં પણ નથી. એકની પાસે રહેવા માટે આલીશાન બંગલે છે, તે બીજા પાસે તટી ફૂટી ઝૂંપડી પણ નથી.
એકને ત્યાં જગમગાટ રેશનીની બેલબાલા છે, તે બીજા પાસે દી સળગાવવા તેલ પણ નથી. એકને ચહેરો પાઉડરલીપસ્ટીકથી ચમક-દમક થઈ રહ્યો છે, તે ગરીબની પાસે અમન–ચમનનું કેઈ સ્થાન તથા સાધન પણ નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com