________________
ભગવાન મહાવીર સ્વામીનું
દીવ્ય-જીવન શકે છે. અન્યથા ભગવત્ત ત્વની અવગણના કરી અને સામાજિક જીવનને લાત મારી મનુષ્ય જ્યારે સ્વયં પોતાના સ્વાર્થ, ક્રોધ, લેભ તથા માયાવશ બનીને બીજા મનુષ્યથી જુદા પડે છે, ત્યારે સમાજ તથા દેશમાં વેર, વિરોધ, હિંસા તથા પ્રપંચ વધે છે, જેનાથી આખા દેશમાં વિનાશ થવાનાં લક્ષણેની શરૂઆત થાય છે. પરિણામસ્વરુપ દેશમાં પ્રાકૃતિક પ્રકોપ, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ભૂખમરે, નગ્નતા, શઠતા તથા જુદા જુદા અસાધ્ય રેગની વૃદ્ધિ થવી સ્વાભાવિક છે.
આ એક અનુભવસિદ્ધ વસ્તુ છે કે જે દેશ, ગામ તથા સમાજમાં એક શ્રીમંત બીજા શ્રીમંતથી; એક સત્તાધારી બીજા સત્તાધારીથી તથા એક ધર્માચાર્ય બીજા ધર્માચાર્યથી; વાગ યુદ્ધ તથા દંડાદંડીના યુદ્ધમાં જીવન યાપન કરી રહ્યા હોય, તે તે દેશ, ગામ તથા સમાજ કોઈ પણ સ્થિતિમાં પિતાની આઝાદીનું રક્ષણ કરી શકતું નથી.
ફળસ્વરૂપ “પાડા–પાડાની લડાઈમાં પખાલીને દંડ”—એ કહેવતની જેમ સ્વાર્થોધ બનેલા શ્રીમંત, સત્તાધારી તથા ધર્માચાર્યોની લડાઈ પણ દેશ તથા સમાજને રસાતલમાં પહોંચાડવાનું કારણ બને છે.
ભગવાન મહાવીરને સમાજવાદ ભગવાન મહાવીર સાચા અર્થમાં ભગવ-તત્વના માલિક હતા, જન્મ, જરા તથા મૃત્યુથી સર્વથા પર હતા. મેહજન્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com