________________
ભગવાન મહાવીરસ્વામીનું !
- દીવ્ય-જીવન
@ ૮૭
સભ્ય, સદાચારમય નૈતિક, અહિંસક, પૂર્ણ—અહિંસક તથા પ્રેમપૂર્ણ વ્યવહાર.”
ધર્મ( Religion)ને અર્થ પણ એ જ છે કે દાનધર્મ દયા ધર્મની સાથે સાથે બીજાના અપરાધને માફ કરીને, મનુષ્ય માત્ર, બીજા મનુષ્ય સાથે યાવત્ પૂરા દેશ સાથે આત્મીય સંબંધ સ્થાપિત કરે.
“ધર્મ” શબ્દને પણ આ જ અર્થ છે. “ઘાયતીતિ ઘ” અર્થાત દાન, પ્રેમ તથા આત્મીય સંબંધથી એક બીજાને મદદગાર બનવું, પિતાના સ્વાર્થોનું બલિદાન દઈને બીજાને પિતાના જેવા બનાવવા.”
પણ” શબ્દ વદ્ ધાતુથી બને છે, જેને અર્થ છે, પૂજા કરવી, સેવા કરવી, દાન કરવું વગેરે. એક મનુષ્ય, બીજા મનુષ્યને પિતાના સમાન સમજીને તેને સત્કાર કરે, ગરીબ, અનાથે તથા દરિદ્રોની સેવા કરે અને પોતાની વસ્તુ, સત્તા તથા શ્રીમંતાઈ બીજાને આપીને બધાને પોતાના જેવા બનાવે.
આ બધાનું તાત્પર્ય એ થયું કે એક મનુષ્ય, બીજા મનુષ્યને બગાડવા માટે, દુઃખી કરવા માટે કે વેર-ઝેર કરવા માટે અવતરિત થયે નથી, પરંતુ પ્રેમ, મૈત્રીભાવ, ઔદાર્ય, સરળતા તથા દાનધર્મની ગંગા પ્રવાહિત કરવા માટે જ જન્મે છે. આવી પરિસ્થિતિમાં સમાજ, ગામ તથા દેશમાં એક બીજાને સહાયક થનાર ઈન્સાન જ મિત્રીભાવની વીણા વગાડનારે બની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com