________________
નિવેદન.
કાગળો વિગેરેની હદ પાર મેંધવારી છતાં પણ અનેક અભ્યાસીઓની સતત્ પ્રેરણાથી બનતું ખરચ કરી દ્વિતીય ભાગ ગુર્જરબંધુઓના કરકમળમાં સાદર સમપું છું.
પ્રથમ ભાગના વેચાણમાંથી તે ભાગનું ખરચ પણ હજુ સુધી મેળવી શક્યા વિના દ્વિતીય ભાગ પ્રસિદ્ધ કરેવ મુશ્કિલ હત; છતાં પણ અભ્યાસી
ની ઈચ્છા અને આશા મંદ ન થઈ જાય તેટલા માટે બનતી ત્વરાએ, બનતી મહેનતે દ્વિતીય ભાગ જહદી બહાર પાડવા યત્ન કર્યો છે.
પ્રેસ તરફથી કામ ઘણુંજ ઢીલું થતું હોવાથી પ્રસ્તુત પુસ્તક છપાતાં આજકાલ કરતાં લગભગ આઠ માસ વીતી ગયા; આવી હાલતમાં અન્ય પુસ્તક જલદી બહાર ન પડી શકે તે હેને માટે કૃપા કરી અભ્યાસીઓએ જલ્દી કરવી જોઈએ નહિ. કોઈ પણ નવું પુસ્તક હાર પડતાં ગ્રાહકોને પત્ર લખી જણાવવામાં આવશે.
હાલમાં અહીં જ્યારે જોઈએ ત્યારે એકજ મેળના કાગળે નહિ મળી શકતા હોવાથી જે સમયે જેવા મળ્યા તેવાથી જ કામ ચલાવી લેવું પડયું છે. પ્રથમ ભાગ છપાવતી વખતે કાગળના જે ભાવો હતા, તેથી હાલમાં લગભગ પિણુંબે ગણું થઈ ગયા છે. તેમાં વળી કેટલીક વાર તે વખત પર કાગળ મળી શકતા પણ નથી, તેથી કોઈની પાસે હોય છે તે બજાર ભાવથી પણ ભાવ આપવો પડે છે, તેથી તથા ગ્રાહકોની સંખ્યા ઘણુજ થોડી હોવાને લીધે મૂલ્ય તેને અનુસરીને જ રખાયેલ છે. તેથી પ્રથમ ભાગ જેઓને ઉપકાર દૃષ્ટિથી અડધી કીસ્મતે મોકલવામાં આવ્યો છે, તેઓએ દ્વિતીય ભાગ અડધા મૂલ્ય માં મગાવવા પ્રયાસ કરવો નહિ.
પદ્ય શિક્ષાને વિષય ઘણો મોટો હોવાથી પ્રસ્તુત પુસ્તક સાથે આપી શકાય નથી; તેને બદલે ધાતુપાઠ આપેલ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com