________________
( ૮ ) ટાઈપના અભાવને લઈને ઘણે સ્થળે બીજા ટાઈપથી તથા ચિહેથી કામ ચલાવવું પડયું છે, તથા ટાઈપો પુરાણું થઈ જવાથી કેટલાક સ્થળે ઉઘડી પણ શકયા નથી, તો તેને માટે વાંચકે ક્ષમા કરશે એવી આશા છે.
આ માળામાં અમારો વિચાર છે કે ક્રમશઃ દરેક ભાષાની શિક્ષિકાઓ, કેષો વિગેરે ઉપયોગી સાધન તૈયાર કરી બહાર પાડવાં; તેથીજ આ માળાનું નામ
વિવિધ ભાષા શિક્ષા સાહિત્ય માળા” રાખવામાં આવેલ છે. પ્રથમ ભાગને પ્રથમ મણકે ગણું પ્રસ્તુત પુસ્તક દિતીય મણકા તરીકે બહાર પાડ્યું છે.
તૃતીય પુસ્તક “બંગલા શબ્દ કાષ” બનતી ત્વરાએ પ્રસિદ્ધ થશે. તે અગાઉથી ગ્રાહક થઈ પૈસા ભરનારને જ મળશે,
સસ્તી વાર્તામાળાના સંપાદક સાહિત્ય પ્રેમી શ્રીયુત ડાહ્યાભાઈ રામચંદ્ર મહેતાએ પ્રથમ ભાગના કેટલાક ગ્રાહકો મેળવી આપી અમારા ઉત્સાહમાં ઘણે વધારો કર્યો છે, તેને માટે તેઓને તથા થોડા ઘણુ ગ્રાહકો કરી આપનાર અન્ય સાહિત્ય પ્રેમીઓને આભાર માની વિરમું છું.
વિર્ય મુનિ મહારાજ શ્રી રાજ વિજયજી મહારાજશ્રીએ શરૂમાંજ પ્રથમ ભાગની ૨૫ પ્રતા ખરીદાવી અભ્યાસીઓમાં મફત વહેંચાવા કૃપા કરી છે તેને માટે તેઓશ્રીને ધન્યવાદ ઘટે છે.
વિવિધ ભાષા શિક્ષા સાહિત્ય માળા ઍક્રિસ ) નં. ૧૮, લખી ચતરા,
બનારસ,
પ્રકાશક,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com