________________
જોઈએ. અશોકના કાળના પહેલાં રાજ્ય પિતાની ઉકત ફરજ અદાં ન કરતું હોય, એ બનવાજોગ છે; અને તેથી કરીને એ રિવાજને ફરીથી ચાલૂ કરવાના હેતુથી તથા તે ચાલૂ જ રહે તેટલા માટે તેણે પોતાના સર્જેલા “ધર્મમહામાત્રાને એ કામ સોંપ્યું હતું. જીવદયાનો એ સિદ્ધાંત અશોકે પોતાના જ ભેજમાંથી પેદા કર્યો ન હતો, એમ આપણે માની લઈએ તે પણ, અન્યાય થતા ત્યારે તેને દૂર કરીને ન્યાય ચૂકવવાની પદ્ધતિ તેમ જ થએલી સજાથી ગુનેગારને દુઃખ થતું તે તેવી સખ્ત સજાની બાબતમાં રાહત આપવાની પદ્ધતિ તેણે દાખલ કરેલી, એ કાંઈ નાનીસૂની વાત ન હતી. રાજા તરીકે અશોક કેવો હતો, એને એક પ્રકારનો ખ્યાલ આ રીતે આપણે બાંધે.
ધર્મમહામાત્રની નીમણુક કરવાનો વિચાર તે અશોકને જ પહેલવહેલો સૂઝેલે. તેણે પિતાના પાંચમા મુખ્ય શિલાલેખમાં કહ્યું છે કે, પોતાના રાજકાળના તેરમા વર્ષમાં તેણે પ્રથમ તેમની નીમણુક કરી હતી. એ જ અરસામાં તેણે પોતાની રાજ્યવ્યવસ્થામાં બીજે સુધારે દાખલ કરેલો, એમ લાગે છે. છઠ્ઠી મુખ્ય શિલાલેખમાં એ સુધારાનું વર્ણન તેણે કરેલું છે. કામને નિકાલ ઝડપથી કરવો જોઈએ, એવું તેણે ઠરાવ્યું હતું. પ્રજા પોતાના રાજાને મળી શકે, એ તે પૌર્વાત્ય દેશનું–અને તેમાં પણ ખાસ કરીને પ્રાચીન હિંદુસ્તાનનું -ખાસ મહત્ત્વનું લક્ષણ ગણાય છે. પરંતુ આ બાબતમાં અશોકે જે સરળતા કરી આપેલી તેને તે બીજો કોઈ રાજા ભાગ્યે જ ટપી જઈ શકે. પોતાના છઠ્ઠા મુખ્ય શિલાલેખમાં તેણે જણાવી દીધું છે તેમ, તે પોતે ભજન કરતો હોય કે ઝનાનામાં હોય કે શયનગૃહમાં હોય કે તબેલામાં હોય કે ઘોડે બેઠો હોય કે બગીચામાં હેય તો પણ સર્વ કાળે અને સ્થળે સર્વ સમાચાર મેળવવાને તે ખુશી હતે. આના સંબંધમાં જ તેણે પ્રતિવેદકે (બાતમીદારો)નો અને ઉપર આપણે ચર્ચા ગયા તે પરિષદને ઉલ્લેખ કરેલા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com