________________
છે. તેણે જે શબ્દો વાપરેલા છે તેમાં તેની આતુરતાનાં અને ધગશનાં બરાબર દર્શન થઈ શકે છે. તે કહે છે કે, “(મારી) જહેમતથી અને (મારા) કામના નિકાલથી મને કદિ પણ સંતોષ થતો નથી; કારણ કે, આખી દુનિયાનું હિત મારા મતે માનભરી ફરજ છે. વળી, તેના મૂળમાં જહેમત અને કામને નિકાલ રહેલાં છે. આખી દુનિયાના હિતથી વધારે ઉમદા ફરજ બીજી કોઈ નથી. વળી, જે કાંઈ જહેમત હું ઊઠાવું છું તે એવા હેતુથી કે, ભૂતની પ્રત્યેના ઋણમાંથી હું મુક્ત થાઉં, તેઓમાંના કેટલાકને અહીં સુખી કરે અને તેઓ પહેલેકમાં સ્વર્ગે પહોંચે. આ ધર્મલિપિ એવા હેતુથી મેં લખાવી છે કે, તે લાંબા વખત સુધી ટકી રહે, અને મારા પુત્રો અને પૌત્રો આખી દુનિયાના હિતને માટે જહેમત ઊઠાવે. પણ અતિશય પરાક્રમ વગર આમ કરવું અઘરું છે. ”
પિતાની રાજ્યપદ્ધતિને લગતા કોઈ મહત્ત્વના સુધારા આશરે તેર વર્ષ સુધી તે અશકે હાથમાં લીધેલા નહિ, એમ જણાય છે. પરંતુ પિતાના રાજકાળના છવીસમા વર્ષમાં તેણે ખાસ કરીને પિતાના પ્રતિમાં ન્યાયને અમલ યોગ્ય રીતે કરવાની બાબતમાં મહત્ત્વનું પગલું ભર્યું. તેના ચોથા મુખ્ય સ્તંભલેખમાં કહ્યું છે કે, એ વર્ષમાં તેણે રજુકાને નીમ્યા હતા. તે પોતે કહે છે કે, “ન્યાયની અને દંડની બાબતમાં મેં તેમને સ્વતંત્ર બનાવ્યા છે. કેમ? રજજુકે વિશ્વાસપૂર્વક અને બીક વગર પિતાની ફરજો બજાવે, પ્રતિના લેકેનું હિતસુખ સાધે અને (તેમનો) અનુગ્રહ કરે તેટલા માટે.” એ જ સ્તંભલેખમાં વધારામાં એમ પણ કહ્યું છે કે, “જે સુખ કે દુઃખ આપે છે તેને તેઓ એળખશે અને ધર્મયુક્તોની સાથેસાથે પ્રાતિના લોકોને ઉપદેશ આપશે. કેમ ? આ લોકમાં તથા પરાકમાં
એ સુખ મેળવે તેટલા માટે.” આથી કરીને એટલું તો સ્પષ્ટ થાય છે કે, અશોકના રાજકાળના છવીસમા વર્ષમાં રજુકેની ફરજ બેવડી હતી. પ્રાંતના લેકેનું ઐહિક તેમ જ પારલૌકિક હિતસુખ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com