________________
તેમના ઉપર દેખરેખ રાખવી અને તે પછી કઈ કેદી બહુ મોટા કુટુંબવાળો હોય તે તેને નાણુની મદદ કરવી તેમ જ કઈ કેદીને દુઃખ થતું હોય તે તેની હાથકડી કાઢી લેવી અને કેઈ કેદી બહુ જ ઘરડે હોય તે તેને છોડી પણ મુકો: એ ધર્મમહામાત્રની ફરજ પૈકીની એક ફરજ હતી. આથી કરીને એટલું તે સ્પષ્ટ થાય છે કે, પ્રાંતનાં શહેરોમાં ન્યાય અપાય તેના ઉપર દેખરેખ રાખવાનું જે કામ મુસાફરી કરતા મહામાને સોંપવામાં આવ્યું હતું એમ અશકે કે ધવલીના અને યાવગઢના જૂદા જૂદા લેખમાં કહ્યું છે તે કામ ખરી રીતે ધર્મમહામાત્રોને જ સોંપાયું હતું. એટલું ધ્યાનમાં રાખવાનું છે કે, જે કેદીને દુઃખ થતું હોય તેની હાથકડી કાઢી લઇને અન્યાય દૂર કરવાનો અધિકાર તેને આપવામાં આવ્યો હતો એટલું જ નહિ, પણ કઈ કેદીનું બહોળું કુટુંબ નિરાધાર હોય તે તેને નાણુની મદદ આપીને અથવા કોઇ કેદી ઘરડો થઈ ગએલા હોવાથી કેદખાનાની કેટડીમાં રહી શકે તેવો ન હોય તે તેને છોડી મુકીને પણ ન્યાયમાં દયાને અંશ દાખલ કરવાનો અધિકાર તેને આપવામાં આવ્યો હતો. વળી, અશોકના સામ્રાજ્યના જે ભાગમાં યવનના તથા કબજેના તેમ જ ગંધાના અને રાષ્ટ્રિકાના તથા અન્ય અપરાંતિના પ્રદેશો આવેલા હતા તે ભાગમાં જીવદયાનું કામ કરવું : એ પણ તેમની ફરજ હતી. બ્રાહ્મણવર્ગ અને ગૃહપતિવર્ગ પૈકીના જે લેકેની દયાજનક સ્થિતિ થઈ ગઈ હોય તે લેકાના હિતસુખની તરફ ધ્યાન આપવું તેમ જ સામાન્ય રીતે નિરાધાર અને ઘરડા લેકેનાં કામ કરવાં એ પણ તેમની ફરજ હતી. . નિરાધાર અને વૃદ્ધ લેકને રાજ્ય પિતે મદદ આપે: એ વિચાર કાંઈ નવીન નથી. અશોકના કાળના પહેલાં પણ એ રિવાજ પ્રચલિત હતું. કૌટિલ્ય પિતાના “અર્થશાસ્ત્રમાં કહે છે કે, “અનાથ તેમ જ વૃદ્ધ તથા અપંગ તેમ જ માદા અને નિરાધાર માણસને રાજાએ પાળવાપાળવા
૧. પૃ. ૪૭.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com