________________
કરવાનું ચાલુ રહે, એવી બીક તેને રહેતી હશે તેથી કરીને તે તેમને ચેતવણી આપે છે કે, રાજાની જે આજ્ઞા હોય તેને જ અનુસરીને તેઓ વર્તે છે કે કેમ, એ જવાને તે પોતે દર પાંચ વર્ષે પોતાના કે મહામાત્રને તપાસ કરવાના કામે મોકલી આપશે. બીજા પ્રાંતોમાં પણ એવી ગેરવ્યવસ્થા ચાલવા દેવી અને પાછળથી તેના ઉપાયો
જવા, એ ઠીક નહિ? એમ ધારીને તેણે તક્ષશિલાના તથા ઉજ્જયિનીના કુમારને એ હુકમ કર્યો છે કે, તેમણે એ જ હેતુથી એવા મહામાત્રોને પોતપોતાના પ્રાંતની હદમાં તપાસ કરવાના કામે મેકલવા. - મહાલેમાં વસતા લેકેને જોરજુલમથી કેદમાં નાખવામાં આવે છે કે કેમ, તથા તેમને નાહક કનડગત થાય છે કે કેમ ? એની તપાસ કરવાના કામે મેકલાતા મહામા કોણ હશે? એ સવાલ અહીં ઊભો થાય છે. એમની બાબતમાં એટલું ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે, પોતાના રાજના કામકાજની બાબતમાં બેદરકાર રહ્યા વગર આ નવી ફરજ અદા કરવાનું તેમને કહેવામાં આવેલું છે. અશોના પાંચમા મુખ્ય શિલાલેખમાં પ્રથમ નજરે પડતા ધર્મમહામાત્રો જ ઉક્ત મહામાત્રા હોવા જોઈએ. એ શિલાલેખમાં અશેક કહે છે કે, એ પ્રકારના અમલદારની નીમણુક કરવાની બાબતમાં તેણે પોતે જ પહેલ કરી હતી. તેમની ફરજો પણ તેણે પિતાના ઉક્ત શિલાલેખમાં ગણવેલી છે. પ્રજાના ઐહિક તેમ જ પારલૌકિક હિતસુખની ઉત્પત્તિ અને વૃદ્ધિ થાય, એ જ અશોકના “ધર્મનો હેતુ હતો તેથી કરીને ધર્મમહામાત્રોની ફરજે પણ બે પ્રકારની રહેતી હતી. પ્રજાના આધ્યાત્મિક હિતસુખને સાધવાની તથા વધાસ્વાની બાબતમાં અશકે તેમને જે પ્રકારની આજ્ઞા કરેલી તેને વિચાર તો “ધર્મોપદેશક અશેક” નામક પ્રકરણમાં આપણે કરવાના છીએ. અહીં તે પ્રજાના ઐહિક હિતસુખના સંબંધમાં તેમની જે ફરજો હતી તેમને જ વિચાર આપણે કરશું. જે લેકેને કેદમાં પૂર્યા હોય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com