________________
૬ર
•
પગાર મળી શકે તેટલા માટે અમુક અમુક કર નાખવાની પરવાનગી તેને મળેલી હતી.
પિતાના રાજ્યમાં અશોકે કેવા સુધારા દાખલ કરેલા ? એને વિચાર હવે આપણે કરશું. ન્યાય આપવાની બાબતમાં તો અશેક ખાસ ધ્યાન આપતા, અને તે બાબતમાં તો તેનું મન ખાસ વ્યગ્ર રહેતું. સુરતમાં જ જીતી લીધેલા કલિંગદેશને પિતાના સામ્રાજ્યની સાથે તેણે જોડી દીધો અને મંત્રીમંડળ સહિત કુમારના તાબામાં તેને સપો તે વખતે તે એ પ્રાંતના ઉપર ખાસ નજર રાખતા હતા, એ જાણીને આપણને કાંઈ પણ નવાઈ લાગવી ન જોઈએ. ધવલીમાંથી અને ચાવગઢમાં મળી આવેલા જૂદા લેખમાં તેણે નગર–વ્યાવહારિકેને સખ્ત ઠપકો આપેલ છે; કારણ કે, મહાલના મુખ્ય સ્થળ રૂપ તસલીમાં અને સમાપામાં વસતા કેટલાક લોકેને જોરજુલમથી કેદમાં નાખવામાં આવ્યા હતા અથવા તે નાહક સતાવવામાં આવતા હતા, એવું તેના જાણવામાં આવ્યું હતું. સર્વે મનુષ્ય તેનાં પિતાનાં સંતાન છે, અને સૌ મનુષ્યો તેમ જ તેનાં પિતાનાં સંતાને ભૌતિક તથા આધ્યાત્મિક હિતસુખ મેળવે એમ તે પોતે ઈચછે છે, એવું પોતે કહેલું છે તેનો અર્થ તેઓ બરાબર સમજ્યા લાગતા નથી. એમ અશોક તેમને સ્પષ્ટ રીતે કહી દે છે. સાધકબાધક કારણેની સાથે પિતાના વિચારો દર્શાવીને પછી તે તેમને સંગીન સલાહ આપે છે. “ઈર્ષા, ખંતની ખામી, કડકપણું, અધીરાઈ, અભ્યાસની ખામી, આળસ અને થાક” “એ દુર્ગણેથી સંભાળપૂર્વક દૂર રહેવાની બાબતમાં તથા “ખંત અને ધી” રાખવાની ટેવ પાડવાની બાબતમાં તે ખસ અતઃકરણથી તેમને આગ્રહ કરે છે. તેઓ પિતાની ફરજ ખંતથી અદા કરશે તો તેઓ સ્વર્ગે પહેચશે નહિ તેમ જ રાજાના ઋણમાંથી પણ મુક્ત થશે નહિ, એમ તે તેમને કહી દે છે. તેણે પિતે આ બધી સલાહ આપેલી. તેમ છતાં પણ વસ્તુસ્થિતિ કદાચ ન સુધરે, અને લોકોને જોરજુલમથી કેદમાં નાખવાનું તેમ જ નાહક કનડગત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com