________________
પહોંચવું પડતું. વળી, ધવલીના અને યાવગઢના જૂદા જૂદા લેખે પૈકીને પહેલે લેખ વાંચતાં એવું જણાઈ આવે છે કે, તિષ્ય નક્ષત્રના દિવસે એટલે કે, રાજાના જન્મદિવસે એ સૌ મહામાત્રોએ સદર સ્થળે હાજર રહેવું પડતું.
રાજા તરીકે અશક કેવો હતો ? એ હવે આપણે શું. પ્રથમ તે, તે પોતાની પ્રજાની પ્રત્યે કે ભાવ રાખતો, એ જોવું રસભર્યું થઈ પડે તેમ છે. ધવલીના અને યાવગઢના જૂદા જૂદા લેખમાં તેણે પોતાના મનના ઊંડાણનાં દર્શન આપણને કરાવેલાં છે. તેમાં તે કહે છે કે, “ સર્વ મનુષ્યો મારાં સંતાનો છે. જેવી રીતે મારાં સંતાનની બાબતમાં હું ઇચ્છું છું કે આ લેકના તેમ જ પરલોકના સંબંધનાં સર્વ હિતસુખ તેઓ મેળવે તેવી જ રીતે સર્વ મનુષ્યોની બાબતમાં પણ હું એવું ઇચ્છું છું.” આથી કરીને એમ સ્પષ્ટ થાય છે કે, “રાજા પિતાના જેવો છે,” એમ અશકે માનતે હતે. મૌર્યકાળની અનિયંત્રિત રાજસત્તાની તરફ એ રીતે તેણે આપણું ધ્યાન ખેંચ્યું છે. તે બાળકો માત્ર પોતાનાં માબાપના ઉપર આધાર રાખે છે, અને માબાપ તેમની સાથે ગમે તેમ વતી શકે છે. તે જ પ્રમાણે પ્રાચીન કાળમાં પ્રજા માત્ર રાજાના ઉપર આધાર રાખી રહેતી, અને રાજા અનિયંત્રિત સત્તા ભોગવતે. મૌર્યકાળની પહેલાંના * કાળની વસ્તુસ્થિતિ તદ્દન ઊંધી હતી. તે કાળમાં રાજા તે રાજ્યને માત્ર નોકર જ મનાતે, અને પિતાની નેકરીના બદલામાં પિતાને
૧. જુઓ પૃ. ૧૧.
૨. કૌટિલ્યક્ત અર્થશાસ્ત્રમાં બે સ્થળે (પૃ. ૪૭ માં અને પૃ. ૨૮ મા) આ જ મુદ્દો જેવામાં આવે છે. બાપની અને છોકરાની વચ્ચેના સંબંધના જે રાજાની અને પ્રજાની વચ્ચેનો સંબંધ છે, એમ એમાં કહ્યું છે. “ કલકત્તા રીવ્યુ” ૧૯૨૨, ૫ ૩૯૩ આ મુદ્દાની તરફ આપણું દયાન ખેંચે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com