________________
-તે હુકમને પૂર્ણ વિચાર કરવાની સત્તા પરિષદને હતી. વળી, મહામાત્રને અને પરિષદના સભ્યોને અભિપ્રાય એક જ થતા તે રાજાને પૂછ્યા વગર પણ કાંઈ અતિ મહત્વના કામની બાબતમાં તે પરિષદ મહામાત્રને સલાહ આપી શકતી. પરંતુ મહામાત્રની અને પરિષદના સભ્યોની વચ્ચે કાંઈ મતભેદ પડતે, અથવા તે રાજોના કે મહામાત્રના નિર્ણયથી વિરુદ્ધ જ નિર્ણય પરિષદના સભ્ય સર્વાનુમતે કરતા, તે એ આખું પ્રકરણ રાજાને રજૂ કરવામાં આવતું. કારણ કે, રાજા જ છેવટના લવાદનું કામ કરતો.
અશોકની રાજ્યપદ્ધતિના સંબંધમાં બીજી પણ મહત્ત્વની વાત નેધવાલાયક છે. તે એ કે, પિતાના કામને નિકાલ કરવાને માટે મુસાફરી કરવાની ફરજ તેના અમલદારોને પડતી હતી. તેઓ સાધારણ રીતે “વિયુય” કે “ચુટ” ( સંસ્કૃત ભાષામાં - શુષ્ટ) તરીકે ઓળખાતા હતા. અશેકનો સારનાથનો લેખ આ વાત સ્પષ્ટ કરે છે. પોતપોતાના પ્રાંતની હદની અંદર મુસાફરી કરવાની બાબતમાં અશોકે પોતે પોતાના મહામાત્રને સૂચના કરી હતી, એવું એ લેખમાં જણાવેલું છે. પિતાના રૂપનાથના લેખમાં પણ એ જ સૂચના અશેકે કરેલી છે; પરંતુ ફેર માત્ર એટલે જ છે કે, તેમાં તેણે ભૃષ્ટોને આ સૂચના કરેલી છે. અશોકના સાતમા સ્તંભલેખમાં વ્યષ્ટોને પુરુષો (અમલદારો) કહ્યા છે. અસંખ્ય લોકેના ઉપરિ તરીકે તેમની નીમણુક કરેલી હતી તેથી એમ લાગે છે કે, તેઓ મોટો હેદો ભોગવતા હશે. અશોકના ત્રીજા મુખ્ય શિલાલેખમાં કહ્યું છે કે, પ્રાદેશિક તથા રજજુક અને યુક્તિ પિતાના દરરોજના કામકાજને માટે મુસાફરીએ નીકળતા હતા. તેઓ ઊંચી પાયરીના અમલદાર હતા, એ તે આપણે જોઈ ગયા છીએ. સારનાથને લેખ વાંચીને આપણે એવું અનુમાન કરી શકીએ છીએ કે, મુસાફરી કરતા મહામાત્રોએ (અમલદારોએ) વારાફરતી ઉપવાસ(કપરાશ)ના દિવસેએ પિતાપિતાના મહાલના મુખ્ય સ્થળમાં પાછા આવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com