________________
પ૭
લીધું હશે. આથી કરીને એવું અનુમાન થઈ શકે છે કે, “મહામાત્ર શબ્દનો અર્થ “મેટ અધિકારી” અથવા “મોભાદાર અમલદાર જ હઈ શકે ૧ ધવલીના અને યાવગઢના જુદા જુદા લેખે પૈકીના પહેલા લેખમાં અશકે નગર-વ્યાવહારિકાને પણ મહામાત્રો કહ્યા છે, એ વાતથી પણ ઉપલે અર્થ વધારે સ્પષ્ટ થાય છે. વળી, બીજે સામાન્ય શબ્દ પણ અશોકની ધર્મલિપિઓમાં જોવામાં આવે છે. તે શબ્દ “પુષ” છે. એ શબ્દ તે ઉપલા શબદથી પણ વધારે સામાન્ય અર્થવાળો છે. ગમે તે પ્રકારને અધિકારી તે વખતે પુરુષ કહેવાતો હતો. આનો ખુલાસે અશોકના પહેલા સ્તંભલેખમાંથી મળી આવે છે. તેમાં અશકે “પુરુષો” ના ત્રણ વર્ગ પાડેલા છે – (૧) ઉત્કર્ષ ( ઊંચા વર્ણના ) અધિકારીએ; (૨) ગેવય (હલકા વર્ણના) અધિકારીઓ; અને (૩) મધ્યમ વર્ણના અધિકારીઓ.
આ મહામાત્રોની સાથે રાજાનો સંબંધ કેવા પ્રકારનો હતો? એ સવાલ હવે ઊભો થાય છે. એશોકનું સામ્રાજ્ય બહુ વિસ્તૃત હતું, અને તેથી અનેક મહામાત્રની નીમણુક થએલી હોવી જોઇએ. એક જ રાજા આ બધા અધિકારીઓની સાથે સીધો સંબંધ કેવી રીતે રાખી શકે ? એક બાજુએ રાજાની સાથે અને બીજી બાજુએ અધિકારીઓની સાથે ગાઢ સંબંધ ધરાવતા કઈ મધ્યસ્થ મંડળને ઉલ્લેખ અશોકની ધર્મલિપિઓમાં કરેલું છે ખરે? હા. પરિષદ તે જાતની સંસ્થા હતી. અશોકના બે લેખમાં તેનો ઉલ્લેખ થએલ છે. કૌટિલ્ય પિતાના “ અર્થશાસ્ત્રમાં જેને મંત્રી–પરિષદ” કહી છે તે જ અશકે કહેલી “પરિષદ” હોવી જોઈએ, એ દેખીતું છે. તે મંત્રીમંડળ હતું. જે કામ શરૂ થયું ન હોય તે કામ શરૂ કરવું તથા જે કામ શરૂ થયું હોય તે કામ પૂરું કરવું તેમ જ જે કામ થયું હોય તે કામ સુધારવું અને હુકમને બરાબર અમલ
૧. . . એ. સે. ૧૯૧૪, પૃ. ૩૮૬-૩૮૭. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com