________________
૫૮ કરાવવોઃ એ મંત્રીમંડળનું કામ હતું, એમ કૌટિલ્યનું કહેવું છે. જે અધિકારીઓ પિતાની પાસે હોય તે અધિકારીઓની સાથે સહકાર કરીને અને જે અધિકારીઓ પોતાથી દૂર હોય તે અધિકારીઓની સાથે પત્રવ્યવહાર કરીને કામને નિકાલ કરવો? એ પણ તેનું કામ હતું. કાંઈ પણ અતિ મહત્વનું કામ ઉપસ્થિત થતું ત્યારે રાજા પિતાના સલાહકારેને ભેગા કરતો એટલું જ નહિ, પણ પિતાના મંત્રીમંડળના સભ્યોને પણ બેલાવો; અને એ સભ્યો જે કાંઈ સૂચના બહુમતીથી કરતા તે સૂચનાના અનુસાર તે અમલ કસ્તો, અથવા તો ફતેહ મેળવી આપે એ જે કાઈ માર્ગ તેઓ બતાવી આપતા તે માર્ગે તે પોતે જ. કૌટિલ્લે આમ કહ્યું છે. અશોકની ધર્મલિપિઓમાં પરિષદની બાબતમાં જે કહ્યું છે તેની સાથે આને મેળ પણ મળે છે. અશોક પિતાના ત્રીજા મુખ્ય શિલાલેખમાં કહે છે કે, “થોડે ખર્ચ' (અપવ્યયતા) અને “થોડી બચત’ (અપભાંડતા) ધર્મનાં બે અંગે છે. એ સદ્દગુણને લોકમાં જાગ્રત કરીને પિષવાનું કામ “યુકતોને અશકે સેપ્યું હશે, એમ દેખીતી રીતે લાગે છે. પરંતુ કોઈ પણ બે કુટુંબની જીંદગીની જરૂરિયાતે એકસરખી ન હોઈ શકે તેથી, કુટુંબોએ કેટલું બચાવવું અને કેટલું ખર્ચવું, એ બાબતને સર્વસાધારણ ચક્કસ નિયમ કરાવી ન શકાય. આથી કરીને પિતાના હુકમને જે હેતુ હોય તેને જ અનુસરીને પિતાના હુકમને અમલ કરવાની બાબતમાં “યુકતો અને સલાહ આપવાને હુકમ પરિષદને અશકે કર્યો છે. આથી કરીને પ્રથમ તો એમ જણાય છે કે, રાજાના દરેક હુકમને અમલ થાય, એ જોવાનું કામ પરિષદને સપાએલું હતું. વળી, ( કૌટિલ્યકૃત “અર્થશાસ્ત્રમાં ”માં કહ્યું છે તેમ) અધિકારીઓના કામની ઉપર દાબ રાખવાનું અને એમને મદદ કરવાનું કામ પણ પરિષદને સેંપવામાં આવ્યું હતું. અતિ મહત્ત્વનું કામકાજ ઉપસ્થિત થાય તેના સંબંધમાં પરિષદની ફરજની વિગત કૌટિલ્યકૃત “અર્થશાસ્ત્રમાં આપેલી છે અને રાજ્યવ્યવસ્થાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com