________________
વ્યવસ્થા રાખતે તથા ઢોરને ઊછેરતો અને રાજકુટુંબનું દુગ્ધાલય (ડેરી) સંભાળ. આથી કરીને એવું અનુમાન થઈ શકે છે કે, રાજાનાં પિતાનાં અથવા તે ખાનગી વ્યક્તિનાં તેમ જ રાજકુટુંબને માલ પૂરો પાડતાં અથવા રાજ્યને નાણાંનું ઉત્પન્ન કરાવતાં ઢોરના અધિકારીઓને “વ્રજભૂમિકા' તરીકે અશકે એાળખાવ્યા હશે.
અહીં હવે માત્ર એક જ અધિકારીને વિચાર કરવાનું રહે છે. તેનું નામ “સંત-મહામતિ (અંત-મહામાત્ર) છે. “સરહદી પ્રદેશના મહામાત્રો: એ એને અર્થ કરવામાં આવેલું છે. અશોકે પિતાના પહેલા સ્તંભલેખમાં તેમને ઉલ્લેખ કરે છે. અશોકના પિતાના પ્રદેશમાં વસતા, અસ્થિર મનના લેકેને ધર્મને અનુસરવાની બાબતમાં સમજાવવાનું કામ ગમે તે પ્રકારના તેના અધિકારીઓ કરતા હતા તેવી જ રીતે દેખીતી રીતે રાજ્યની હદની બહાર વસતા લકાને તે પ્રમાણે સમજાવવાનું કામ અંત-મહામાત્રા કરતા હતા, એમ કહેવાનો અશોક હેતુ હોવા જોઈએ. આથી એમ જણાય છે . કે, અશેકના સામ્રાજ્યના સરહદી પ્રાંતના અધિકારી તરીકે અંતમહામાત્રા નીમાયા ન હતા, પણ અશકના પિતાના ધર્મપ્રચારના કામને ઊપાડી લેવાના હેતુથી પાડેસનાં રાજ્યોમાં તેઓ નીમાયા હતા. એ જ સ્તંભલેખમાં અશોકે અંત-મહામાને પુષ'થી (પિતાના રાજ્યના અધિકારીથી) જૂદા ગણ્યા છે, એ આ વાતનું સમર્થન કરે છે. વળી, અશેકે પોતાની ધર્મલિપિઓમાં જ્યાં જ્યાં “અંત’ શબ્દ વાપર્યો છે ત્યાંત્યાં “સરહદને રાજા” અથવા “સરહદી રાજ્યના લેકે એ તેને અર્થ થાય છે, એ વાત પણ આપણા ઉપલા કથનને પુષ્ટિ આપે છે.
છેલ્લા ચાર પ્રકારના અધિકારીઓની ફરજો જૂદી જૂદી હતી તે પણ અશકે તે સૌને “મહામાત્રો' કહ્યા છે, એમ વાચકે જોઈ - ૧, પૃ. ૬૦ અને ૫. ૧ર૮ તથા આગળ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com