________________
અશોકના કાળમાં રજજુને વ્યવહારનું અને “દંડનું કામ સોંપાયું. હતું; એટલે કે, મેં બદલે આપવાની તેમ જ સજા કરવાની સત્તા ધરાવનારે ન્યાયાધીશ તે હતા. સ્ટ્રેએ આવા જ પ્રકારના ન્યાયાધીશેની નોંધ લેતાં કહ્યું છે કે, નદીઓની સંભાળ તેઓ રાખે છે તથા મીસરમાં જમીનની માપણી થાય છે તેવી જ રીતે તેઓ જમીનની માપણી કરે છે અને જેને જેમ એગ્ય હોય તેને તેમ ઈનામ આપવાની કે શિક્ષા કરવાની સત્તા ધરાવે છે.” ૧ આમ લખતી વેળાએ સ્કંબને અશેકકાલીન “રજજુકે' યાદ આવ્યા હોય, એ બનવાજોગ છે; અને તેથી એમ પણ કહી શકાય છે કે, રજજુકે ન્યાયાધીશનું કામ કરતા એટલું જ નહિ, પણ મહેસુલી અધિકારીનું કામ પણ કરતા.
આના સંબંધમાં બીજા એક અધિકારીને વિચાર કરવાનું રહે છે. ધવલીના અને યાવગઢના જૂદા જૂદા લેખો પૈકીના પહેલા લેખમાં અશકે તેને “-ક્રિયદિલ' (નગર-વ્યવહારક) કણો છે. “અર્થશાસ્ત્રમાં જેને “પર-વ્યાવહારક કહ્યું છે તે જ અશોકકાલીન “નગર-વ્યવહારક' હે જોઈએ. માત્ર મહાલનાં મુખ્ય સ્થળોએ જ ન્યાયાધીશનું કામ તે કરતે હશે, એમ લાગે છે. તેને જે પગાર મળતે તેને વિચાર આપણે કરીએ તે તો કુમારનો મોભો અને તેને મોભો એકસરખે હતો. પ્રદેડુ(પ્રાદેશિક)ની પાયરીથી ચઢતી પાયરીને તે હતા, એટલું તો એક્કસ છે.
૧. “પાલિટિકલ હિસ્ટરી ઓફ એસ્ટંટ ઈડિયા મ ધી ઍક્સેશન ઍક પરીક્ષિત ટુ ધી એઢિંકરન એફ ધી ગુપ્ત ડીસ્ટી”(પરીક્ષિતના રાજ્યાભિષેકથી માંડીને ગુપ્તવંશના વિનાશ પર્યતને પ્રાચીન હિંદુસ્તાનને રાજકીય ઈતિહાસ) નામક પિતાના અંગ્રેજી ગ્રંથમાં શ્રીયુત હેમચંદ્ર રાયચૌધરીએ આ વાતની તરફ પ્રથમ આપણું ધ્યાન ખેંચ્યું હતું.
૨. પૂ. ૨૦ અને ૨૪૫.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com