________________
પર
કરતા તેમ જ મહેસુલ ઉઘરાવતા અને તેને હિસાબ રાખતા, અને મહેસુલમાં વધારે થવાનો સંભવ લાગતો ત્યારેત્યારે ખર્ચ કરવાની સત્તા ધરાવતા. જૈમસ સાહેબે “માનવધર્મશાસ્ત્ર”માંથી જે લોક ઉધૂત કરેલ છે તે આ વાતને કિ આપે છે. મનુ ભગવાને કહ્યું છે કે, છેવાઈ ગએલી મિક્ત પાછી જડે ત્યારેત્યારે યુક્તોના કબજામાં રહેવી જોઈએ. આથી કરીને એમ કહી શકાય છે કે, રાજાનું મહેસુલ ઉઘરાવવાનું અને રાજાની મિક્તા સંભાળવાનું કામ એ અધિકારીઓને સોંપવામાં આવેલું હતું. ત્યારપછીના કાળમાં પણ “યુક્ત” અને “ઉપયુક્ત' ચાલુ રહ્યા હતા, એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. શક ૮૫૩(ઇ. સ. ૯૩૦) ની સાલમાં રાષ્ટ્રકૂટ વંશના રાજા એ ગોવિંદ પિતાના એક તામ્રપત્રમાં રાષ્ટ્રપતિ” તથા “પ્રામકૂટ” અને “મહત્તર નામક અધિકારીઓની સાથે સાથે યુક્ત અને ઉપયુક્ત'નો ઉલ્લેખ કરે છે.' યુક્તના અને “ઉપયુક્ત’ના બદલામાં કેઈક પ્રસંગે અનુક્રમે “આયુક્ત' અને “વિનિયુકત પણ આપણી નજરે ચઢે છે. અલ્લાહાબાદમાં સમુદ્રગુપ્તને જે સ્તંભલેખ છે તેમાં “આયુકતને ઉલ્લેખ કરે છે. તેઓ પોતાના બાહુબળથી જીતી લીધેલી, અનેક રાજાઓની મિક્ત પાછી મેળવતા,” એવું એ સ્તંભલેખમાં કહેલું છે. બુધગુપ્તના એક તામ્રપત્રમાં પણ “વિષયપતિ” (મહાલ-વહીવટદાર) તરીકે આયુક્તને ઉલ્લેખ થએલે છે. ૩
કૌટિલ્યકૃત “અર્થશાસ્ત્ર”માં “પ્રદેષ્ટ્ર' નામક જે અધિકારીને ઉલ્લેખ થએલે છે તે જ અશોકકાલીન “પ્રાદેશિકહે જોઈએ, એવું અનુમાન થોમસ સાહેબે કરેલું છે, અને એ જ લાગે છે. ઍમસ સાહેબે અર્થશાસ્ત્રમાંથી અનેક ફકરાઓ ટાંકીને સ્પષ્ટપણે
૧. એ. છે, ૭, ૩૯-૪૦. + ૨, એ. ઇ, ૧૫, ૧૩૮,
૩ઠે. છે. છે, ૩, ૧૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com