________________
૫૦
ઉપવિભાગને માટે ક્યા શબ્દો વપરાતા હતા, એ આપણે જાણતા નથી; પણ એટલું તો જણાય છે કે, મહાલના વહીવટદારની નીમણુક રાજાના હાથે થતી ન હતી, પણ પ્રાંતના સુબાના હાથે થતી હતી. સિદ્ધપુર(સિદાપુર)માંથી અશોકના પાંચ ગોણુ શિલાલેખેની જે નર્લો મળી આવેલી છે તે આ વાતને પુષ્ટિ આપે છે. એમાં અશકે ઈસિલના મહામાને બારેબાર સંબોધન કરેલું નથી; પણ પિતાના આર્યપુત્ર(કુમાર)ની મારફતે અને દક્ષિણના જે પ્રાંતનું પાટનગર સુવર્ણગિરિ’ હતું તે પ્રાંતના ઉપરિ મહામાની મારફતે તેણે ઈસિલના મહામાત્રોને સંબોધન કરેલું છે. આનો અર્થ એવો થાય છે કે, સુવર્ણગિરિ પ્રાંતમાં અનેક મહાલોને સમાવેશ થતો હતો, અને એ મહાલે પૈકીના એક મહાલનું મુખ્ય સ્થળ “ઈસિલ' હતું. સિદ્ધપુર( સિદાપુર વાળા શિલાલેખો એમાં જ કોતરાયા હતા. વળી, કૌશબીના અને સારનાથના મહામાત્રોને અશકે બારેબાર હુકમ છોડેલા તેમ ઇસિલના મહામાત્રોને બારેબાર હુકમ ન મેક્લતાં કુમાર(આર્યપુત્ર)ની મારફતે અશેકે પિતાના હુકમ મેકલેલા તેથી કરીને આપણે એ જ નિર્ણય કરી શકીએ છીએ કે, પ્રાંતિક હાકેમોને-નિદાન કુમારને પોતાના મહાના વહીવટદારની નીમણુક કરવાનો અધિકાર આપવામાં આવેલું હતું. ગુપ્તકાળમાં પણ એ જ રિવાજ ચાલૂ હતો. સુરતમાં જ તાબે કરેલા કલિંગદેશના કરૂપ
સમાપા” ની બાબતમાં પણ એવું જ કહી શકાય છે. યાવગઢ(ગા)ના લેખમાં અશેકે સમાપાના મહામાત્રોને સીધેસીધા હક છાયા નથી, પણ એ હુકમો એ મહામાત્રોને પહોંચાડવાની આના કરેલી છે. દેખીતી રીતે, તોસલીના કુમારની મારફતે એ હુકમે સમાપાના મહામાત્રોને અશોકે પહોંચડાવ્યા હશે. •
કુમારે પોતપોતાના પ્રાંતમાં સંપૂર્ણ અધિકાર છોગવતા હતા કે કેમ? એ પ્રશ્નનો ઉત્તર ખાત્રીપૂર્વક આપી શકતો નથી. પૂરેપૂરે અને ઉપરના દાબ વગરને અધિકાર તેમને આપવામાં આવેલે નહિ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com