________________
૪૯
મહત્ત્વનો લાગ્યો હશે તેથી જ તેણે રાજવંશના કુમારને તેની સંપૂર્ણ કરવાનું શ્રેય ધાર્યું હશે. અશોકના રાજકાળમાં કાંઈ આટલા જ પ્રાંતિક હાકેમ નહિ હોય. જેવી રીતે કેટલાક પ્રાંતની ઉપર કુમાર અમલ ભોગવતા હતા તેવી જ રીતે રાજકુટુંબની સાથે કઈ પણ સગપણ ન ધરાવનારા હાકેમોના અમલની નીચે રહેલા બીજા પણ કેટલાક પ્રાંત અશકના વખતમાં હોવા જોઈએ. અશોકનાં પિતાના લખાણમાંથી આવા પ્રકારના હાકેમને એક પણ દાખલો મળી આવતો નથી, એ વાત ખરી છે. તેમ છતાં પણ જૂનાગઢની પાસેના ગિરનાર પર્વતની બાજુમાં જ રુદ્રદામાને જે શિલાલેખ છે તેમાંથી આ પ્રકારના હાકેમને એક દાખલો આપણને મળે છે. રુદ્રદામાના શિલાલેખમાં એવું લખેલું છે કે, ચંદ્રગુપ્તના કાળમાં સુરાષ્ટ્ર(કાઠિયાવાડ )ને હાકેમ “વૈશ્ય પુષ્યગુપ્ત' હતા, અને અશોકના રાજકાળમાં યવનરાજ તુષાર્પ તેને હાકેમ હતા. ૧ રાજાને-અને તેમાં પણ યવનરાજને-પ્રાંતિક હાકેમ તરીકે નીમવામાં આવેલે, એ જાણીને નવાઈ પામવાની જરૂર નથી. અમેરના રાજા રાજા માનસિંહને બંગાળાના હાકેમ તરીકે અકબરે નીમ્યો હતો, એ આપણે કયાં નથી જાણતા ? ગુપ્તકાળમાં પણ કેટલાક પ્રાંતિક હાકેમ મહારાજા કહેવાતા, એમ ઇતિહાસ આપણને કહે છે. ૨ - દાણેદરપુરના તામ્રપત્રો આપણને એમ્બેખું જણાવે છે કે, ગુપ્તકાળમાં દરેક પ્રાંત(મુરિ)માં અનેક મહાલ(વિપર)ને સમાવેશ થતો હતો, અને પ્રાંતના સુબાની નીમણુક રાજાના હાથે થતી ત્યારે મહાલના વહીવટદારની નીમણુક પ્રાંતના સુબાના હાથે થતી હતી. અશોકના કાળમાં દેશના વિભાગને માટે અને
૧. એ. ઇ, ૮, ૪૩ અને ૪૬-૪૭, ૪. એ. ઇ, ૧૫, ૧૩૬ અને ૧૩૮ ૩. એ. ઈ, ૧૫, ૧૨૭ અને આગળ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com