________________
અશેકને નિદાન બીજે અને તેમાં મુખ્ય શિલાલેખ તે તેના રાજકાળના સત્તાવીસમા ચાલૂ વર્ષના પહેલાં કોતરાયો નહિ હોય.' ઉક્ત બને શિલાલેખો અશકના રાજકાળના અઠ્ઠાવીસમા વર્ષમાં કોતરાયા હતા, એમ આપણે ધારીએ તો જે વર્ષમાં ગ્રીસના પૂર્વોક્ત પાંચ રાજાઓ જીવતા હોય તે વર્ષની સાથે ઉક્ત અઠ્ઠાવીસમા વર્ષને મેળ મળવો જોઈએ. તેરમા મુખ્ય શિલાલેખમાં ઉલ્લેખેલો અલિદ્ર (અલિકસુંદર) અને એપિરસને અલેક્ઝાંડર એક જ વ્યક્તિ હોય તે ઇ. સ. પૂર્વે ર૭રની અને ઇ. સ. પૂર્વે ૨૫૫ની વચ્ચે અશોકના રાજકાળનું અઠ્ઠાવીસમું વર્ષ આવવું જોઈએ; પણ કરિંથને એલેક્ઝાંડર જ અશોકકાલીન અલિકશ૮ (અલિકસુંદર) હોય તે ઈ. સ. પૂર્વે ૨પરની અને ઈ. સ. પૂર્વે ૨૫૦ની વચ્ચે અશોકના રાજકાળનું અવીસમું વર્ષ આવવું જોઈએ. ઉપરનાં બેદ અનુમાને પિકીનું બીજું અનુમાન વધારે માન્ય થાય તેવું છે, એટલે કે, કરિંથને અલેક્ઝાંડર જ અશેકકાલીન અલિકશ (અલિકસુંદર) હોવો જોઈએ. આવું
૧ એ લેખકની દલીલ આવી છે: અશકને સાતમો સ્તંભલેખ તેના રાજકાળના સત્તાવીસમા વર્ષમાં કોતરાયે હતા. ધર્મને પ્રચાર કરવાના હેતુથી અશોકે પતે એ વર્ષ સુધીમાં જે અનેક અને વિવિધ ઉપાયો જ્યા હતા તેમનું સિંહાવલોકન ઉક્ત સ્તંભલેખમાં તેણે કરેલું છે, એવું સૌ વિદ્વાને સ્વીકારે છે. ગ્રીસના રાજાઓનાં રાજ્યમાં પરે પકારનાં કામે કરવાં ( જુઓ બીજે મુખ્ય શિલાલેખ) અને ધમને પ્રચાર કરવો (જુઓ તેરમો મુખ્ય શિલાલેખ) એ એટલા બધા મહત્ત્વનાં કામો હતાં કે, એ પરદેશમાં એ કામે કાંઈક અંશે ફતેહમંદ નીવડયાં છે એવું તેના જાણવામાં આવ્યું હોત તે તેને પોતાને સાતમે સ્તંભલેખ કરાયો તે વખતે એ વાતને ઉલ્લેખ તેણે તેમાં જરૂર કર્યો હેત. પરંતુ તેવું કાંઈ થયું નથી, એ ખાસ ધ્યાનમાં લેવા જેવું છે, અને તેથી આપણે એમ કહી શકીએ છીએ કે, અશેકને સાતમે સ્તંભલેખ કરાયો તેના પહેલાં-એટલે કે, અશોક્ના રાજકાળના સત્તાવીસમાં ચાલુ વર્ષના પહેલાં તેને બીજા અને તેમાં મુખ્ય શિલાલેખ કોતરાયો નહિ હોય.
૨. જ. . એ. સે, ૧૯૧૪, પૃ. ૯૪૫.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com