________________
૪૭ હાઇને આપણે એવું અનુમાન કરી શકીએ કે, ઈ. સ. પૂર્વે ૨૫૧, એ અશોકના રજિકાળનું અઠ્ઠાવીસમું વર્ષ હશે. આ ગણત્રી ખરી હોય તે આપણે એમ કહી શકીએ કે, આશરે ઇ. સ. પૂર્વે ર૭૯માં અશોક ગાદીએ બેઠો હવે જોઈએ. આવી ગણત્રીનું પરિણામ ગમે તે આવે; પરંતુ તે પરિણામને આધાર બે મુખ્ય બાબતની ઉપર રહે છે – ૧) અશોકના ચૌદ મુખ્ય શિલાલેખો પૈકીના બીજા અને તેરમા શિલાલેખનું વર્ષ અને (૨) તેરમા મુખ્ય શિલાલેખમાં જણાવેલા અલિકશક(અલિકસુંદર)ની ખરેખરી ઓળખાણ. આ બન્ને બાબતમાં અનિશ્ચિતતાનો ઘણે અંશ રહેલો હોવાથી, “અશોક
ક્યા વર્ષમાં ગાદીએ આવ્યો ?” એ ચક્કસપણે નકકી થઈ શકે તેમ નથી.
અશોકના સામ્રાજ્યના વિસ્તારની બાબતમાં આપણે ઘણો સારે ખ્યાલ બાંધી ગયા. તેના ઉપર કેવા પ્રકારનો અમલ ચાલતું હતું, એને ખ્યાલ બાંધવાને પ્રયત્ન હવે આપણે કરશું. મૌર્યવંશના રાજાઓની રાજ્યપદ્ધતિ સામાન્યત: કેવા પ્રકારની હતી, એને ખ્યાલ તે કૌટિલ્યકૃત “અર્થશાસ્ત્ર અને મેગાસ્પેનીસની નોંધ વાંચતાં આપણને આવી શકે છે. પરંતુ આપણે તો અશોકના પિતાના શિલાલેબેમાંથી જ તેની રાજ્યપદ્ધતિની માહિતી મેળવવા ધારીએ છીએ. આ જાતની તપાસ કાંઈ ઉપરછલ્લી નહિ નીવડે. અગાઉ આપણું જાણવામાં ન આવી હોય એવી અનેક બાબતો પરત્વે ઘણું નવું જાણવાનું એ રીતે આપણને જરૂર મળી શકશે.
અશોકનું સામ્રાજ્ય બહુ વિસ્તૃત હતું, એમાં તે કાંઈ જ શક નથી. એક જ વ્યક્તિ એકલા હાથે આવા વિસ્તૃત રાજ્યના ઉપર સફળતાપૂર્વક અમલ ચલાવી શકે નહિ, એમ પણ સૌ કઈ કબૂલ કરશે. આથી કરીને એવું અનુમાન થઈ શકે છે કે, અશેકે પોતાના સામ્રાજ્યના અમુક વિભાગ પાડયા હશે અને મુગલકાળના સુબાઓના જેવા સૂબાઓ એ પૈકીના દરેક વિભાગની ઉપર તેણે નીમ્યા હશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com