SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ મહારઠી લેકેનો ઉલ્લેખ કરેલો છે તેમને જ અશોકના ઉક્ત શિલાલેખમાં સંબોધવામાં આવ્યા હોવા જોઈએ, કારણ કે, તેઓ ગૌણ રાજાઓ હતા, અને પુનાની અને તેના પાડોસમાંના મહારાષ્ટ્રના પ્રાંતની ઉપર તેમનો અસલ ચાલતો હતો, એવું જણ્ય છે એ શિલાલેખમાં મહાભેજને પણ ગૌણ રાજા તરીકે ઓળખાવેલા છે. મુંબાઈ ઈલાકામાંના હાલના ઠાણા અને કુલાબ પ્રાંતની ઉપર તેમનો અમલ ચાલતો હતો, એ પણ એ શિલાલેખમાં જણાવેલું છે. અશોકના તેરમાં મુખ્ય શિલાલેખમાં જે “ભજ-પેનિકી લેકને ઉલ્લેખેલા છે તે જ આ શિલાલેખેએ ઉલ્લેખેલા “મહાભેજ” લેકે હોવા જોઈએ. અશોકના પાંચમા મુખ્ય શિલાલેખમાં જે “અપરાંતના લોકોને ઉલ્લેખ કરેલ છે તે લેકમાં આ લેકેને પણ સમાવેશ થતો હતો, એવું સૂચન ગર્ભિત રીતે થએલું છે. ઠાણા જિલ્લામાંના હાલના સેપારા ગામનું પ્રાચીન નામ “ર્પરક હતું, અને એ શ્રેરક અપરાંતનું પાટનગર હતું. એ સ્થળેથી પણ અશકના ચૌદ મુખ્ય શિલાલેખોની ભાંગીતૂટી નકલ મળી આવેલી છે. . . કૃષ્ણા નદીની અને ગોદાવરી નદીની વચ્ચેનો પ્રદેશ આજે અપ્રદેશ (અંધ લોકેને દેશ ) કહેવાય છે. પરંતુ મૂળે એઓ આ જ પ્રદેશમાં રહેતા હશે કે કેમ, એ સ્પષ્ટ થયું નથી. બૌદ્ધ સાહિત્યના એક જાતકમાં અંધ લોકોના પાટનગર “અંધ્રપુરનો ઉલ્લેખ કરેલ છે. એ શહેર તેલવાહા નદીની બાજુમાં વસેલું હતું, એમ પણ એ જાતકમાં કહ્યું છે. શ્રીયુત દે. રા. ભાંડારકરે એક સ્થળે એવું સૂચન કર્યું છે કે, હાલ જે “તેલ કે તેલિગિરિ” નદી કહેવાય છે તે જ જૂના વખતની તેલવાહા” નદી હોવી જોઈએ. મદ્રાસ ઇલાકાની અને મધ્યપ્રાંતની સંયુક્ત સરહદની પાસે થઈને એ બન્ને નદીઓ લગભગ પાસેપાસે જ વહે છે. ૧ આના આધારે તે એમ જણાય છે કે શરૂઆતના વખતમાં અપ્રદેશમાં જયપુરને તેમ જ મદ્રાસ ૧. ઇં. અ. ૧૯૧૮, પૃ. ૭૧, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034753
Book TitleAshok Charit
Original Sutra AuthorN/A
AuthorR R Devdutta
PublisherGujarat Varnacular Society Ahmedabad
Publication Year1927
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy