________________
૩૩
ઇલાકાના વિઝગાપત્તન પ્રાંતના થોડાક ભાગને સમાવેશ થતો હવે જોઈએ, અને તેમની સરહદની જોડેના જ મધ્યપ્રાંતમાંના કેટલાક જિલ્લાઓ પણ અંધ્રદેશમાં ગણાતા હોવા જોઈએ. વળી, નિઝામ સરકારના મુલકના દક્ષિણભાગનો તેમ જ કૃષ્ણ નદીના અને ગોદાવરી નદીના પ્રાંતનો (હાલના તેલિંગાનાનો) સમાવેશએ વખતના અંપ્રદેશમાં થતો હોય તો તે કાંઈ અશક્ય નથી. મૌર્ય વંશના તાબામાં અંધ્રદેશ ગયો ન હતો તે વખતે તે દેશમાં જે લેકે રહેતા તેમની સંખ્યા તેમ જ તેમાંના લશ્કરના માણસોની સંખ્યા મેગાસ્થનીસે આપેલી છે. સર વિન્સેન્ટ સ્મિથ કહે છે જે તેમ, અંધ્રદેશની પ્રજા “પ્રસાઈને રાજા ચંદ્રગુપ્ત મૌર્યના તાબાના લશ્કરથી જ ઊતરતા પ્રકારનું લશ્કર ધરાવવાની બાબતમાં સુવિખ્યાત હતી,” એવું અનુમાન મેગાસ્પેનીસના વર્ણનના આધારે થઈ શકે છેઅને એ ખરું જ લાગે છે. આથી કરીને એમ જણાય છે કે, અંપ્રદેશ બહુ વિસ્તારવાળો પ્રાંત હવે જોઈએ, અને દક્ષિણદિશામાં છેક કૃષ્ણા નદીના મુખ સુધી તે વિસ્તરેલ હોવા જોઈએ. પછી આપણે શું તેમ, સ્વતંત્ર ચેલ રાજ્યની છેક ઉત્તરદિશાની સીમાની સાથે પણ આને મેળ બેસે છે. હવે “પુલિંદ” લેકેનું સ્થાન આપણે નક્કી કરશું. પુલિંદ લેકે અમુક એક જ પ્રાંતમાં વસતા ન હતા, પણ જૂદા જૂદા અનેક પ્રાંતોમાં વસતા હતા. એ વાત ખરી છે. અશોકના તેરમા મુખ્ય શિલાલેખમાં અંધ લોકેાની સાથેસાથે જ તેમને ગણવેલા છે તેથી. અંદેશની ઉત્તરદિશાએ અથવા તે આંધ્રદેશના ઇશાનકોણમાં કોઈક સ્થળે તેઓ વસતા હશે, એવું અનુમાન કરી શકાય છે. “વાયુપુરાણમાં પુલિંદની દક્ષિણદિશાની શાખાને વિંધ્યામૂલીય (વિંધ્યા પર્વતની તળાટીમાં વસતા) લોકોની સાથેસાથે જ ગણાવી છે.
૧. અ. હિ. ઈ., પૃ. ૨૦૬
૨. “માયિપુરાણ (એફ. ઇ. પાર્જિટર કૃત ભાષાંતર), પૃ. ૮૩૫ અને ટીકાઓ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com