________________
અને પુલિંદ. તેરમા મુખ્ય શિલાલેખમાંના અમુક એક વાક્યને બેટી રીતે વાંચવામાં આવતું હતું અને તેથી તેને બેટ અર્થ કરવામાં આવતા હતા તેના પરિણામમાં લાંબા વખત સુધી એ પ્રાંતને અશોકના સામ્રાજ્યમાંનાં “હિરાગિ” એટલે “ખંડિયાં રાજ્ય તરીકે ઓળખાવવામાં આવતા હતા. પરંતુ ગિરનાર પર્વતવાળી તૂટેલી શિલાને ખવાઈ ગએલે ભાગ જડી આવેલ છે. તે આ અર્થને પેટ ઠરાવે છે. અશોકના સામ્રાજ્યની સરહદની પાસેના. કેટલાક પ્રાતિમાં વસતી તાબાની પ્રજાઓનાં એ નામે છે, એમ આપણે સમજવાનું છે. પ્રથમ તે આ પ્રાંતની સીમાએ નક્કી કરવાની જરૂર રહે છે, અને ત્યારપછી અશોકના હિંદુસ્તાનમાંના સ્વતંત્ર પાડોસીઓના તાબાના દેશભાગની સીમાઓ પણ નક્કી કરવાની છે.
યાન” લોકે કેણુ હશે ? અલબત્ત, ગ્રીસવાસી લોકોને “યાન” તરીકે અહીં ઓળખાવેલા છે. પરંતુ એમને પ્રદેશ કય ગણવો? અહીં એટલું ધ્યાનમાં રાખવાનું છે કે, તેઓ . અશોકના સામ્રાજ્યના ભાગ રૂપ હતા, અને તેથી અશોકના ગ્રીસ વાસી પાડેસીઓના પ્રદેશની સાથે તેમને કાંઈ સંબંધ ન હતો. અશોના તાબાના એ “યેન’ પ્રાંતની સંતોષકારક ઓળખાણ હજી સુધી અપાઈ નથી. પરંતુ શ્રીયુત દે. રા. ભાંડારકરે પોતાના એક લેખમાં ૧ જણાવ્યું છે કે, સિકંદર બાદશાહની પહેલાંના વખતમાં હિંદુસ્તાનના વાયવ્યકેણુની સરહદની પાસે ગ્રીસવાસી લેકેનું વસાહતસ્થાન હયાત હતું, અને તે કેફેન નદીની અને સિંધુ નદીની વચ્ચે સ્થપાયું હતું. શ્રીયુત દે. રા. ભાંડારકર આજે પણ પિતાના એ અભિપ્રાયને વળગી રહે છે. પિતાના તેરમા મુખ્ય શિલાલેખમાં અશોક કહે છે કે, જ્યાં બ્રાહ્મણ અને શ્રમણ ન હોય એવાયવનેના પ્રદેશ સિવાયનો બીજો એક પણ પ્રદેશ નથી. આને અર્થ એ જ છે કે, માત્ર યવનોના પ્રદેશમાં જ હિંદુ આર્ય સંસ્કૃતિને પ્રચાર થયું ન હતું. હિંદુસ્તાનના પાડેસમાં જે પ્રાંત હોય તે પ્રાંતમાં
૧. કા. લે. ૧૯૨૧, પૃ. ૨૫ તથા આગળ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com