________________
પર્વતની બાજુમાંથી મળી આવી છે અને બીજી નકલ મુંબાઈની ઉત્તરદિશાએ આશરે અઢાર ગાઉ દૂર, ઠાણે જિલ્લામાંના પરક(સેપારા)માંથી મળી આવેલી છે. અશોકના સામ્રાજ્યની દક્ષિણદિશાની સરહદની પાસેથી એના ચૌદ મુખ્ય શિલાલેખ પૈકીનો એક પણ શિલાલેખ હજી સુધી મળી આવેલ નથી. ખરું કહીએ તે, અશોકના સામ્રાજ્યની દક્ષિણદિશાની સરહદની પાસેથી તેને એક પણ લેખ લાંબા સમય સુધી મળી આવ્યો ન હતો; પણ ઈ. સ. ૧૯૦૩ માં લ્યુઈસ રાઈસ નામક અંગ્રેજ ગૃહસ્થ અશોકના શિલાલેખની ત્રણ નન્ને શોધી કાઢી. મહિષપુર(માઇસેર)ના ઉત્તરભાગમાંના ચિત્તલદુર્ગ પ્રાંતમાં પાસે પાસે આવી રહેલાં ત્રણ સ્થળેથી અશોકના ગૌણ શિલાલેખની ત્રણ નકલ મળી આવી છે. શિલાલેખોવાળાં જે સ્થળો ઉપર જણાવ્યાં છે તેમનો એકંદર વિચાર આપણે કરીએ તે અશોકના સામ્રાજ્યના વિસ્તારને ઠીક ખ્યાલ આપણને આવી . શકે છે. આ બાબતમાં એ શિલાલેખ પોતે જ શી માહિતી આપણને આપે છે એ હવે આપણે શું: એટલે કે, બહારના પૂરાવાની સાથે અંદરના પુરાવાનું મળતાપણું કેટલું છે, એ આપણે તપાસશું.
પિતાના બે લેખમાં (ચૌદ મુખ્ય શિલાલેખો પૈકીના બીજા અને તેરમા શિલાલેખમાં) અશોકે પિતાના સમકાલીન રાજાઓનાં નામ ગણાવ્યાં છે. હિંદુસ્તાનની બહાર રાજ્ય ભોગવતા પાંચ રાજાઓ. હતા- વનરાજ અંતિયો, અને તેની પેલી બાજુએ તુરમાય તથા અંતેકિન તેમ જ મગ અને અલિકસુંદર (અલિકદ્ધ?).હિંદુસ્તાનની અંદર અશોકના સામ્રાજ્યની દક્ષિણદિશાએ ચેડ તથા પાંડિય તેમ જ કેરલપુત્ર તથા સાતિયપુત્ર અને તંબ પણિ હતાં. વળી, પિતાના બે લેખમાં (ચૌદ મુખ્ય શિલાલેખો પૈકીના પાંચમા અને તેમા શિલાલેખમાં) અશોકે સરહદના પ્રાંતને ઉલ્લેખ કરેલો છે. તેમનાં નામ આ રહ્યાં ન તથા કંબોજ તેમ જ ગંધાર અને રાસ્ટિક
પેનિક તેમ જ ભેજ-પેનિક તથા નાક-નાપતિ તેમ જ અંધ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com