________________
તથા જંગલી પ્રાણીઓને અને દાવાનળને ભય ઊભો થાય છે તેમ જ ઠોકર ખાવાની બીક રહે છે અને ચતુર્દિશાનો ભેદ ધ્યાનમાં રહી શકતો નથી, વગેરે વગેરે. એની વિરુદ્ધ જઈને કૌટિલ્ય તે શિકારની ખાસ ભલામણ કરે છે, કારણ કે, તે કહે છે તેમ, શિકારથી કસરત મળે છે અને ચરબી તથા પિત્ત કમી થાય છે, તથા સ્થાવર અને જંગમ વસ્તુઓની સામે નિશાન તાકવાની કળા આવડે છે તેમ જ પ્રાણીઓના મનનું જ્ઞાન થાય છે અને તેઓ ખીજવાય ત્યારે સદા સર્વદા હરફર કર્યા કરે છે તેનું જ્ઞાન પણ થાય છે. કાલિદાસ કવિએ પિતાના “શાકુંતલ” નાટકના બીજા અંકમાં દુષ્યતના મુખે શિકારની પ્રશંસા કરાવીને ઉપલા ફાયદાઓ ગણાવ્યા છે, એ
આપણે જાણીએ છીએ. એ મહાકવિએ પોતાના એ નાટકના પહેલા . બે અંકમાં શિકારનું અણું ચિત્ર આપણી સામે ખડું કરી આપેલું
છે. અશોકના લગભગ સમકાલીન મેગાસ્થનીસે પણ દરબારી શિકારનું વર્ણન કરેલું છે. તે કહે છે તેમ, રાજા પોતાના રાજમહેલને છોડીને બહાર નીકળી પડે છે તેમાં તેને મુખ્ય હેતુ તે “શિકારે જવું, એ છે. એ કામે તે દારૂ પીને મસ્ત બનેલા ઇસમના જે બની જાય છે. એની આસપાસ અનેક સ્ત્રીઓ ટોળે વળે છે, અને એમની બહારની બાજુએ ભાલા ધરાવતા પુરુષો ગોઠવાઈ જાય છે. રસ્તાની બન્ને બાજુએ દોરડાં બાંધી લેવામાં આવે છે, અને એ દેરડાની અંદર થઈને ચાલનાર પુરુષ કે સ્ત્રી મરણનું જ શરણ લે છે. સ્વારીની શરૂઆતમાં ઢેલ અને ઘંટ વગાડતા લેકે ચાલે છે. રાજા બંધિયાર જગ્યામાં શિકાર કરે છે. માંચડાની ઉપર ચઢીને તે તીર મારે છે. તેની બાજુમાં બે સ્ત્રીઓ સશસ્ત્ર ઊભી રહી છે. તે ખુલ્લામાં શિકાર કરે છે તે હાથીની પીઠની ઉપર બેસી રહીને તે તીર મારે છે. કેટલીક સ્ત્રીઓ રથમાં બેઠી હોય છે તે કેટલીક
ઓ ઘેડે બેઠી હોય છે, અને કેટલીક સ્ત્રીઓ તે હાથીની ઉપર
૧. કૌટિલ્યા “અર્થશાસ્ત્ર", પૃ. ૩૨૭. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com