________________
પણ બેઠેલી હોય છે, અને તેઓ જાણે કોઈ લડાઈ કરવાને તી હોય તેમ બધી જાતનાં હથિયારોથી સજજ થએલી હોય છે.” આ શાકુંતલ” નાટકમાં પણ દુષ્યતના શિકારને કોઈ ચઢાઈ તરીકે જ વર્ણવે છે; અને પોતાના હાથમાં કામઠાં રાખીને સજ્જ થએલી યવન સ્ત્રીઓ રાજાની તહેનાતમાં રહેતી હતી, એમ પણ એ નાટકમાં જણાવેલું છે. પિતાના સમકાલીન કે પુરોગામી રાજાઓની માફક અશોક પણ પિતાના યૌવનકાળમાં આવા વિહારમાં આનંદ માનતે હશે, એમ સારી પેઠે કલ્પી શકાય છે. પરંતુ પ્રાણુના જીવની પવિન્નતાએ પાછળથી એના મનની ઉપર એટલી બધી અસર કરી હતી કે, જેનાથી નિર્દયતા કે જીવની હિંસા થવા પામે એવા કે પણ આન દેત્સવમાં તે ભાગ લેતો નહિ .
અશોક પિતે બૌદ્ધપંથને ચુસ્ત ધર્મોપદેશક બન્યો તેના પહેલાં રાજા તરીકે તે કે હવે એ જેવાને પ્રયત્ન હવે આપણે કરશું. રાજા તરીકેના તેના જીવનની કાંઈ જ ખબર આપણને નથી. માત્ર તેના ચૌદ મુખ્ય શિલાલેખ પૈકીના પહેલા શિલાલેખમાં એ બાબતની કાંઈક ઝાંખી આપણને થાય છે. તેના આધારે એમ જણાય છે કે, બીજા બધા રાજાઓની માફક અશોકને પણ પિતાની પ્રજાને જમાડવાની અને આનંદ કરાવવાની ટેવ હતી. પ્રજાને ખુશી અને સંતવી રાખવાના હેતુથી અશોક આમ કરતો હોય, એ બનવાજગ છે. એણે શરૂ કરેલા જાહેર ઉત્સવ પૈકીને એક ઉત્સવ ‘સમાજ' નામથી ઓળખાતો હતો. “ સમાજ ના બે પ્રકાર હતા. એક પ્રકારના સમાજમાં લેકેને પકવાન પીરસવામાં આવતાં હતાં, અને તેમાં માંસને અગ્રસ્થાન મળતું હતું. બીજા પ્રકારના સમાજમાં નાચ થતો અને સંગીત થતું તથા કુસ્તી થતી તેમ જ એવા બીજા ખેલેથી પ્રજાને આનંદ કરાવવામાં આવતું. દેખીતી રીતે પહેલા પ્રકારનો સમાજ પ્રીતિભોજનના જે હતો અથવા તો એક જતન
૧. ઈ. એ. , ૧૩૨.
-
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com