________________
સુધી તે વિહારયાત્રાએ જાતે, અને ત્યાં અનેક પ્રકારના આનંદોત્સવ તે ઊજવતો; અને તેમાં મુખ્ય ઉત્સવ તો શિકાર હતો. ઉક્ત વિહારયાત્રાની બાબતમાં આપણે કાંઈ પણ ખ્યાલ બાંધી શકતા નથી; કારણ કે, અશોકે પોતે તેની કોઈ વિગતો આપી નથી એટલું જ નહિ, પણ પ્રાચીન સાહિત્યના કોઈ પણ ગ્રંથમાંથી પણ એ બાબતની હકીક્ત આપણને મળી આવતી નથી. તેમ છતાં પણ “મહાભારતના આશ્રમવાસિકપર્વમાં વિહારયાત્રાને ઉલ્લેખ કરેલું જોવામાં આવે છે. પોતાના સે પુત્રોના મરણથી ધૃતરાષ્ટ્રને જે ભારે શોક થયો હતો તેનું વિસ્મરણ કરાવવાના હેતુથી યુધિષ્ઠિરે એવી વિહારયાત્રા નિજી હતી, એમ જણાય છે. એવી વિહારયાત્રામાં શું શું થતું, એની વિગત એ. પર્વમાંના માત્ર એક જ લેકમાં આપેલી છે. એ માં કહ્યું છે કે, “આરલિક ( જાદુગર ?) તથા મુખ્ય રસોઈઆઓ અને રાગ તથા શાડવ ગાનારા ગવૈયાઓ શહેરમાં રાજા પતરાષ્ટ્રની તહેનાતમાં રહેતા તેમ ત્યાં પણ રહેતા.” ૧ એ રીતે ધૃતરાષ્ટ્રની વિહારયાત્રા દરમ્યાન સંગીત થતું, પકવાન્નનાં ભોજન થતાં અને જાદુગરના ખેલે પણ થતા. અહીં શિકારનો ઉલ્લેખ થએલો નથી; કારણ કે, રાષ્ટ્ર આંધળો હતો તેથી શિકારમાં રસ ન લઈ શકે, એ દેખીતું છે. પરંતુ વિહારયાત્રાનો ઉલ્લેખ કરતાં અશોક માત્ર શિકારની જ વાત કરે છે, પણ બીજા વિહારની બાબતમાં કાંઈ કહેતો જ નથી; અને તેથી કરીને એમ જણાય છે કે, તેના કાળમાં વિહારયાત્રાના કાર્યક્રમમાં શિકારને મહત્ત્વનું સ્થાન અપાતું હતું. ખરું જોતાં, રાજાઓ શિકારમાં એટલા બધા રચ્યાપચ્યા રહેતા કે, હિંદુ-રાજનીતિશાસ્ત્રને લગતાં પુસ્તકે લખનારા કેટલાક પ્રાચીન વિદ્વાનોએ શિકારને દુર્ગણ માન્યો છે, અને “શિકાર ન કરવો’ એ ઉપદેશ પણ તેમણે આપેલ છે. દાખલા તરીકે, “પિશન” નામક વિદ્વાન લેખક શિકારને વખોડી કાઢે છે; કારણ કે, તેના પરિણામમાં લૂટારાઓનો અને દુશ્મનોને
૧. ૧, ૧૮.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com