________________
૩૦૧
૩. “પરામ' (સંસ્કૃતભાષાના પ્રત્યુપીમન) શબ્દનો અર્થ મળવાને અથવે અભિનંદન આપવાને સામા જવું થાય છે. બારમા મુખ્ય શિલાલેખના સારની સાથે આ ભાગને સરખા.
[૭]
ભાષાંતર દેવોને લાડકે પ્રિયદર્શી રાજ આમ કહે છે-“ભૂતકાળમાં રાજાઓ થઈ ગયા (તેમણે) આમ ઇચ્છેલું:-ધર્મવૃદ્ધિની સાથેસાથે લોકે કેમ કરીને આગળ વધે ?” પણ અનુરૂપ ધર્મવૃદ્ધિની સાથેસાથે લેકે આગળ વધ્યા નહિ.” આ બાબતમાં દેવોને લાડકો પ્રિયદર્શી રાજા આમ કહે છે-“મને આમ લાગ્યું –ભૂતકાળમાં રાજઓએ એમ કહેલું કે, અનુરૂપ ધર્મવૃદ્ધિની સાથેસાથે લેક આગળ વધે. પણ અનુરૂપ ધર્મવૃદ્ધિની સાથેસાથે લોકે આગળ વધ્યા નહિ. તે પછી કેવી રીતે લોકે (ધર્મને) અનુસરતા થાય? અનુરૂપ ધર્મવૃદ્ધિની સાથેસાથે લો કેવી રીતે આગળ વધે? ધર્મવૃદ્ધિની સાથે સાથે તેમનામાંના કેટલાકને હું કેવી રીતે ઉન્નત કરૂં ?” આ બાબતમાં દેવોને લાડકે પ્રિયદર્શી રાજા આમ કહે છે –
મને આમ સૂઝયું -“હું ધર્મશ્રાવણે સંભળાવીશ. હું ધર્મોપદેશ કરાવીશ. લેકે તે સાંભળીને તેમ વર્તશે, પિતાની જાતને ઉન્નત કરશે, અને ધર્મવૃદ્ધિની સાથેસાથે ખૂબ આગળ વધશે.” આવા હેતુથી મેં ધર્મશ્રાવણે સંભળાવ્યાં છે, અને વિવિધ પ્રકારને ધર્મોપદેશ ફરમાવ્યું છે. મારા અમલદારો–ભ્ય –અનેક લેકેના ઉપર નીમાએલા છે. તેઓ તેને ઉપદેશ કરશે અને તેને ફેલાવશે. સેંકડે અને હજારે પ્રાણોના ઉપર રજજુકે નીમાએલા છે. તેમને પણ એવી આજ્ઞા કરવામાં આવી છે કે, “ધર્મયુક્ત લેકેને આમ અને આમ ઉપદેશ કરો.”
દેવેને લાડકો પ્રિયદર્શી રાજા આમ કહે છે –“રસ્તામાં મેં વડનાં ઝાડ રોપાવેલાં છે. તેઓ મનુષ્યોને અને પશુઓને છાંયડો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com