________________
ર૭૦
ઘોડારમાં હોઉં, ઘોડે બેઠી હોઉં કે ઉદ્યાનમાં હોઉં ત્યારે પણ સમાચાર આપનારા લોકેએ લોકાનાં કામથી મને વાકેફ કરવો. લેકાનાં કામ હું સર્વત્ર કરું છું. વળી, (હુકમ) આપવાની કે સંભળાવવાની બાબતમાં હું જે કાંઈ મેઢેથી ફરમાવું તેના સંબંધમાં, અથવા તો વળી મહામાત્રના ઉપર કાંઈ મહત્ત્વનું કામ આવી પડે તેના સંબંધમાં મંત્રીમંડળમાં કાંઈ મતભેદ પડે કે તે રદબાતલ થાય તો સર્વત્ર અને સર્વ સમયે તેના સમાચાર મને તુરત પહોંચાડવા, એવું ફરમાન મેં કર્યું છે. (મારી) જહેમતથી અને (મારા) કામના નિકાલથી મને કદિ પણ સંતોષ થતો નથી; કારણ કે, આખી દુનિયાનું હિત મારા મતે માનભરી ફરજ છે. વળી, તેના મૂળમાં જહેમત અને કામને નિકાલ રહેલાં છે. આખી દુનિયાના હિતથી વધારે ઉમદા ફરજ બીજી કોઈ નથી. વળી, જે કાંઈ જહેમત હું ઊઠાવું છું તે એવા હેતુથી કે, ભૂતોની પ્રત્યેના ઋણમાંથી હું મુક્ત થાઉં, તેમાંના કેટલાકને અહીં સુખી કરે અને તેઓ પરલોકમાં સ્વર્ગે પહોંચે. આ ધર્મલિપિ એવા હેતુથી મેં લખાવી છે કે, તે લાંબા વખત સુધી ટકી રહે, અને મારા પુત્રો તથા પત્રો આખી દુનિયાના હિત માટે જહેમત ઉઠાવે. પણ અતિશય પરાક્રમ વગર આમ કરવું અઘરું છે.
૧. “વર' શબ્દને ખરે અર્થ હજી નક્કી થયો નથી. સેના સાહેબે તેને અર્થ “ખાનગી સ્નાન કર્યો છે. બુહૂલર સાહેબે તેને અર્થ “જાજરૂ” કર્યો છે. સ્મિથ સાહેબે તેનો અર્થ “પાયખાનું” કર્યો છે. સેનાત સાહેબે અને બ્યુલર સાહેબે સંસ્કૃત ભાષાના વર' શબ્દમાંથી એ શબ્દને વ્યુત્પન્ન કર્યો છે; પણ “
વરને અર્થ તો માત્ર “ મેલું (ગૂ) થાય છે. શ્રીયુત કે. પી. જયસ્વાલે (ઇ. એ. ૧૯૧૮, પૃ. ૫૩-૫૫માં) યોગ્ય જ કહ્યું છે કે, “પતે જાજરૂમાં હોય ત્યારે સમાચાર આપવાનો હુકમ કે પણું સમજુ રાજા સમાચાર આપનારા પિતાના અમલદારોને કરે નહિ.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com