________________
૨૬૨
ટીકા ૧. આ વાક્યને અર્થ જૂદી જૂદી રીતે કરવામાં આવેલો છે. એ બધી જાતના અર્થના બે ભાગ પડી શકે છે–(૧) પૃથ્વીની ઉપરના પદાર્થોને ઉદ્દેશીને કરેલા અર્થ; અને (૨) આકાશી બનાવને ઉદ્દેશીને કરેલા અર્થ. સેનાપ્ત સાહેબે અને બ્યુલર સાહેબે પહેલા પ્રકારને અર્થ કરેલો છે, અને કર્ન સાહેબે તથા કેટલાક વખત સુધી હુલ્લ સાહેબે બીજા પ્રકારનો અર્થ કરેલો છે (જ. ૨. એ. સી., ૧૯૧૧, પૃ. ૭૮૫ અને આગળ). પહેલા પ્રકારને અર્થ વધારે સ્વાભાવિક હેવાથી સ્વીકારી શકાય તે છે. શ્રીયુત દે. રા. ભાંડારકરે સેનાત સાહેબથી તથા ખુહલર સાહેબથી જૂદા પડીને આ જ અર્થ છે. અ, ૧૯૧૩, પૃ. ૨૫ અને આગળ) કરેલો છે, અને હુ સાહેબે એમનો અર્થ માન્ય રાખે છે (ઇ. અ, ૧૯૧૩, પૃ. ૬૫૧ અને આગળ ).
ઉકત વાના જુદા જુદા અર્થે અહીં પ્રથમ આપણે આપશું.
કન સાહેબને અર્થ આમ છે-“પણ હવે લેવા-દશ પ્રિયદર્શી રાજા ધર્માચરણ કરે છે ત્યારે તેનાં ઢેલને અવાજ ઘર્માચરણ ઘોષ કરનારે વડા છે, અને દેના રથનાં દર્શન અને દૈવી હાથીઓનાં દર્શન તથા આગના દડા અને બીજા દિવ્ય નિશાનનાં દર્શન લોકોને થયાં છે.” (ઈ. અ, ૫, ૨૬૨.)
સેનાત સાહેબને અર્થ આમ છે-“ પણ હવે દેવાને લાડકે પિયદસિ રાજા ધર્માચરણમાં વિશ્વાસ રાખતું હોવાથી તેણે ઢોલને અવાજ જાણે કે (ખુદ) ધર્મને અવાજ છે (એવી રીતે) તેને પડઘો પાડયો છે, અને રથ, હાથી, મશાલો અને બીજા દિવ્ય દર્યો ધરાવતી સ્વારીઓનાં દર્શન કેને કરાવ્યાં છે.” (ઇ. અં, ૧૦, ૮૪)
ગૃહલર સાહેબનો બર્થ આમ છે-“પણ હવે દેને લાડકા પ્રિયદર્શી રાજાએ ધર્માચરણ કર્યું તેના પરિણામમાં ઢોલને અવાજ- કહો કે, ધર્મને અવાજ- સંભળાય છે, અને દેવના રથનાં દર્શન, હાથીઓનાં અને બીજાં દિવ્ય દાનાં દર્શને લોકોને કરાવવામાં આવ્યાં છે.” (એ. છે, ૨, ૪૬૭. ).
શ્રીયુત દે. ર. ભાંડારકરે પિતાને અર્થ પ્રસિદ્ધ કર્યો ત્યારપછી શ્રીયુત એસ કૃણુસ્વામી આયંગર નામક લેખકે ઉક્ત વાક્યની ચર્ચા કરેલી છે (જ. ૉ. એ. સે, ૧૯૧૫, પૃ. ૫૨૧; ઈ. અ, ૧૯૧૫, પૃ. ૨૦૩). તેમણે એને અર્થ આમ કર્યો છે –“પણું હવે હેવાન-પ્રિય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com