________________
૨૬૧
પડી શકે તેવો સર્વસાધારણ નિયમ ઘડવાનું અશોકને અશક્ય લાગ્યું તેથી કરીને તેવા અમલદારને જ્યારે જ્યારે મુશ્કેલી નડે ત્યારેત્યારે તેમને સલાહ આપવાને હુકમ પરિષદને તેણે કર્યો હતે.
[ 8 ]
ભાષાંતર લાંબા સમયથી ઘણાં, સેંકડો વર્ષોથી સજીવ પ્રાણીઓને વધ, ભૂતની હિંસા, સગાંસંબંધીની સાથે અયોગ્ય વર્તન અને બ્રાહ્મણોની તથા શ્રમણની સાથે અયોગ્ય વર્તન માત્ર વધતાં ગયાં. પણ હવે દેને લાડકા પ્રિયદર્શી રાજાના ધર્માચરણના પરિણામમાં લેકને વિમાનનાં દર્શન, હાથીઓનાં દર્શન, અગ્નિસંચય અને બીજા દિવ્ય રૂપ બતાવાયા પછી ઢેલને અવાજ ધર્મને અવાજ બન્યો છે.' પહેલાં ઘણું, સેંકડો વર્ષથી નથી થયું તેમ હવે દેને લાડકા પ્રિયદર્શી રાજાના ધર્મોપદેશથી પ્રાણીઓને વધ ન કરે તે, ભૂતની હિંસા ન કરવી તે, સગાંસંબંધીની સાથે ચગ્ય વર્તન, બ્રાહ્મણની અને શ્રમણોની સાથે યોગ્ય વર્તન, પિતાનું અને માતાનું કહ્યું માનવું તે, મેટેરાંનું કહ્યું માનવું તે વધ્યાં છે. આ અને બીજી અનેક રીતે ધર્માચરણ વધ્યું છે, અને દેને લાડકે પ્રિયદર્શી રાજા આ ધર્માચરણ વધારશે પણ ખરો. પ્રિયદર્શી રાજાના પુત્ર, પૌત્રો અને પ્રપૌત્રે અંતકાળ સુધી આ ધર્માચરણને વધારશે, (અને) ધર્મ તથા શીલ પાળીને ધર્મને બોધ આપશે; કારણ કે, ધર્મને બોધ ઉત્તમોત્તમ કર્મ છે, અને અશીલ મનુષ્યથી ધર્માચરણને પોષવાનું કામ) થતું નથી. આથી કરીને આ અર્થની વૃદ્ધિ થાય અને તેમાં કઈ ઊણપ રહે નહિ, એ ઉત્તમત્તમ છે. આ હેતુથી – જેમ કે, (મારા વંશજો) આ અર્થની વૃદ્ધિ કરવાની યોજના કરે અને કાંઈ પણ ઊણપ ન જણાય તેટલા માટે- આ (ધર્મલિપિ) લખાવવામાં આવી છે. દેવેને લાડકા પ્રિયદર્શી રાજાના રાજ્યાભિષેકને બાર
વર્ષ થયાં હતાં ત્યારે આ લખાવવામાં આવી હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com