________________
સાતિયપુત્રના સંબંધમાં સ્વ. રા. ગે. ભાંડારકરે કહ્યું છે કે, દક્ષિણની ઉચ્ચ સપાટભૂમિની છેક પશ્ચિમદિશાના ભાગમાં રહેતાં કેટલાંક મરાઠા અને કાયસ્થ તથા બ્રાહ્મણ કુટુંબમાં “સાતપતે? અટક જોવામાં આવે છે તે અશોકને આ શિલાલેખમાંના “સાતિયપુર” શબ્દની ઉપરથી વ્યુત્પન્ન થએલી લાગે છે. આથી કરીને “સાતિયપુર”નું સ્વતંત્ર રાજ્ય પશ્ચિમદિશાન ઘાટમાં અને તેની નીચેના કોંકણુના કાંઠાએ આવેલું હોવું જોઈએ (“ઇડિયન રીવ્યુ”, ૧૯૦૯, પૃ. ૪૦૧ અને આગળ ). પરંતુ “ ઐતરેયબ્રાહ્મણ, ૮, ૧૪માં જણાવેલા અને પાણિનિ, ૫, ૩, ૧૧૭માં ઉલ્લેખાએલા
ગ્યffકા માં દાખલ કરવામાં આવેલા “રાવત’ તરીકે “સાતિને ખુલર સાહેબે ગણાવ્યા છે (“બાઈટ્રોગે ઝૂર એકલેરે ડેર અશોકઈન્દિાફટન ", પૃ. ૧૩ અને આગળ). સ્વ. સર વિલેંટ સ્મિથ સાહેબે એમ માન્યું છે કે, તુલવ દેશ અથવા તો સત્યમંગલની આસપાસને પ્રદેશ “સત્યપુત્ર' કહેવાતે હે જોઈએ (અ. હિ. ઈ., પૃ. ૧૬૩, ૧૮૫ ટીકા, ૪૫૯; “અશોક', પૃ. ૧૬૧ ). શ્રીયુત એસ. વી. વ્યંકટેશ્વરે કહ્યું છે કે, “જે દેશનું કે પ્રજાનું પાટનગર “કાંચીપુરમ ” હતું તે દેશનું નામ” તે હશે (જ. રૈ. એ. સ. ૧૯૧૮, પૃ. ૫૪૧–૫૪૨; ઈ. અ, ૧૯૧૯, પૃ. ૨૪). શ્રીયુત એસ. કૃષ્ણસ્વામી આયંગર એમ માને છે કે, જેમાં માતૃપક્ષીય કે “અલિયસંતાનમ ને કાયદે પ્રચલિત છે તે કાચિનની ઉત્તરદિશાના પ્રદેશને ઉદેશીને સતિયપુત્ર” શબ્દ વપરાયો લાગે છે (“બગિનિંગ્સ એક સાઉથ ઇન્ડિયન હિસ્ટરી.” પૃ. ૭૩; જ. . એ સે, ૧૯૧૯, પૃ. ૫૮૧ અને આગળ). શ્રીયુત દે. ર. ભાંડારકરનો અભિપ્રાય આ ગ્રંથમાં પ્રથમ પૃ. ૩૯-૪૧માં આપેલી છે.
અત્યારસુધી એમ જ મનાતું આવેલું છે કે, સિંહલદ્વીપને ઉદ્દેશીને જ ‘સવ ” શબ્દ વપરાએલો છે. પણ હાલમાં ઈ. હુડ્ઝ સાહેબે (સ્મિથ,ઈ. અ. ૧૯૧૮, પૃ. ૪૮ અને આગળ) એવી સૂચના કરેલી છે કે, હાલના તિવલ્લી જિલ્લામાં (પ્રાચીન પાંડય રાજ્યમાં) થઈને વહેતી તામ્રપર્ણી નદીને ઉદ્દેશીને જ “સંવ ” શબ્દ વપરાએલો ગણવો જોઈએ. પરંતુ આ શિલાલેખમાંને “સવ ” શબ્દ ઉક્ત નદીને ઉદ્દેશીને જ વપરાય હેત તે કેરલપુત્રની પછી તે નદીનું નામ ન મુકાયું હતું, પણ પાંડેયની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com